________________
૨૧૨
સૈકાલિક આત્મવિજ્ઞાન આવનારાઓના ભવોભવની ચિંતા કરી, તેમને પુનર્જન્મ અને પૂર્વજન્મની સમજણ આપી શુભ-અશુભ; પુણ્ય-પાપ, નીતિ-અનીતિ, આભવ-પરભવ, જડચેતન અથવા જીવ-અજીવ, આત્મા-પરમાત્મા, સત્-અસત્, વિનાશ-અવિનાશી ઇત્યાદિના ભેદ બતાડી તેમનો વર્તમાનકાળ સુધારી ઉજ્જવળ ભવિષ્યકાળનું નિર્માણ કરી, કાલાતીત બનવાની પ્રેરણા કરી ધર્મનું શરણ સ્વીકારાવે છે. અર્થાત ધર્મથી શાસિત કરે છે. ધર્મશાસન ચલાવે છે. રાજા તો માત્ર વર્તમાન ભવની ખેવના કરે છે. જ્યારે જ્ઞાની ભગવંતો તો ભવોભવ સુધરે અંતે ભવાંત થાય તેની ખેવના રાખે છે.
રાજા પોતાની રાજ વ્યવસ્થા અંગે સુખી લોકો પાસેથી કર ઉઘરાવે છે અને ગરીબ-દુઃખીને પણ તેનો દેહ ટકાવવા પૂરતી જીવન જરૂરિયાતની સામગ્રી મળી રહે તેની વ્યવસ્થા કરે છે. સંતો-મુનિભગવંતો પોતાની દેશનાઉપદેશ દ્વારા પુણ્યશાળીઓ એવાં સુખી ને સમૃદ્ધ લોકોને “તેન ત્યકતન ભુજિથા 'નો ત્યાગ મંત્ર આપી દાનાદિ દ્વારા સુખી શ્રીમંતો અને સત્તાધીશોની શ્રીમંતાઈને તથા શક્તિઓનો બહુજનહિતાય સદુપયોગ કરાવે છે. એમાં તો આપનારનું ય ભલું થાય છે અને લેનારનુંય ભલું થાય છે. દુર્ભાવ અટકે છે. શુભ ભાવ આવે છે અને શુદ્ધ ભાવ અર્થાત્ સ્વભાવ ભણી પ્રયાણ શરૂ થાય છે. ભવપરંપરા સુધરે છે અને અંતે ભવાંત થાય છે ને મુક્તિ મળે છે.
રાજા પોતાના રાજદંડથી માત્ર કાયિક દુર્જનતા દૂર કરાવી શકે છે, જ્યારે જ્ઞાની-ભગવંતો-ઋષિમુનિઓ કાયિક, વાચિક અને માનસિક એમ ત્રણે પ્રકારની દુર્જનતા વ્યક્તિમાંથી અને સમષ્ટિમાંથી દૂર કરાવી શકે છે. રાજાને રાજશાસન ચલાવવા સંપત્તિ, સત્તા-શક્તિ અને સૈન્યથી જરૂર રહે છે. જ્યારે સંતો મહંતોને ધર્મશાસન ચલાવવા મંદિર, મૂર્તિ અને શાસ્ત્ર ગ્રંથોની આવશ્યકતા રહે છે. અથવા તો કોઈ એવી વિશિષ્ટ પ્રભાવશાળી વ્યક્તિ હોય તો તેઓ કશાયની સહાય વિના ધર્મશાસન કેવળ પોતાના જ્ઞાન અને તે પ્રમાણે સદ્વર્તનથી ચલાવે છે.
નીચવૃત્તિઓ અર્થાત્ પાશવીવૃત્તિઓ પશુપણામાંથી જન્મે છે. જે મનુષ્યપણું મળ્યા છતાં ગઈ ન હોય તો તેને મળેલા મનુષ્યભવમાં, દૂર કરી માનવને માનવ બનાવવાનું કાર્ય રાજાઓ કરે છે. જ્યારે સંતો એથી આગળ વધી માનવનો સંબંધ પરમાત્મા સાથે કરાવી આપી તેને માનવમાંથી મહામાનવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org