________________
૨૧૦
સૈકાલિક આત્મવિજ્ઞાન - “યો વૈ ભૂમા તત્ સુખમ્” બ્રહ્મ છે એ જ સુખરૂપ છે-પૂર્ણ એ જ સુખરૂપ છે એ વિધાન દ્વારા વેદાંત દર્શન કેવલજ્ઞાન-સિદ્ધાવસ્થા એ જ સુખરૂપ છે એમ જણાવે છે.
આત્યંતિક, દેશકાળ, અપરિચ્છન્ન, નિરતિશય સુખના નિર્દેશન દ્વારા વેદાંત જૈનદર્શનના અનંત-અક્ષય-અવ્યાબાધ સુખનો નિર્દેશ કરે છે.
આદિત્યસ્ય ગતાગૌરહરહઃ સડક્ષિયતે જીવિત, વ્યાપારૈબહુકાર્યભારગુરુભિઃ કાલો ન વૈજ્ઞાયતે. દષ્ટવા જન્મજરાવિપત્તિકરણે ત્રાસશ્વ નો—દ્યતે, પીત્યા મોહમયી પ્રમાદમદિરામુન્મત્તભૂત જગત. પાષાણ ખડેધ્વપિ રત્નબુદ્ધિ કાન્તતિ ધીઃ શોણિતમાંસપિડે, પન્ચાત્મકે વર્ષાણિ ચાત્મભાવો જયંત્યસૌ કાચન મોહલીલા.
આ શ્લોક દ્વારા વેદાંતે મોહનું સ્વરૂપ સમજાવ્યું છે અને નિર્મોહી થવા ઉપદેશ આપ્યો છે.
કુરંગમાતંગપતંગપ્રંગભીના હતાઃ પન્ચમિરેવ પન્ચા એકર પ્રમાદી સ કર્થ ન હન્યતે યઃ સેવતે પંચમિરેવ એ બીજો જાણીતો વિષયત્યાગનો ઉપદેશ આપતો શ્લોક છે.
ન મોક્ષો નભસઃ પુષ્ટ ન પાતાલે ન ભૂતલે,
અજ્ઞાન હૃદયગ્રન્થર્નાશો મોક્ષ ઇતિ મૃત:. આકાશમંડળમાં માલ નથી. પાતાલ કે ભૂતલમાં મોક્ષ નથી. પરંતુ હૃદયમાં અજ્ઞાનરૂપ જે ગ્રંથિ છે, તેનો નાશ કરવો એ જ મોક્ષ છે.
એટલે કે દુઃખ નિવૃત્તિ અને સુખ પ્રાપ્તિ એ જ મોક્ષ છે, એથી જીવતાં જ જીવન્મુક્ત થવાય છે. આ વાત દ્વારા વેદાંત કેવલજ્ઞાનીની પુષ્ટિ કરે છે.
1. વેદાંતના વિવર્તવાદ અને અજાતવાદ જૈનદર્શનના વિવેક અને વૈરાગ્ય કે અનિત્યતતાની ભાવનાથી સમજાવી શકાય અને અદ્વૈતવાદને કેવલજ્ઞાનથી ઘટાવી શકાય.
આવી તો ઘણી વાતો છે. મેળવતાં આવડે તો મેળ મળતો જણાશે. જૈન દર્શનની વાતો સ્પષ્ટ, સરળ, પૂર્ણ અને ચોક્કસ છે. કારણ કે તે સર્વજ્ઞની આપેલી વાતો છે. એટલે જ જૈનદર્શનમાં સાધનાની સાથે જગત વ્યવસ્થા પણ યથાર્થ સમજાવેલ છે. વેદાંતમાં જગત-વ્યવસ્થાની વાતો તેમ સમજાવાઈ નથી. કેમ કે તે સર્વજ્ઞ પ્રરૂપિત દર્શન નથી. છતાં એ દર્શનનું ખંડન તો કરવા જેવું નથી. કેમ કે તેઓ પણ અતિ એટલે કે સિદ્ધ થવાની સાધના બતાડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org