________________
૨૦૪
સૈકાલિક આત્મવિજ્ઞાન જીવ અને શરીર પુદ્ગલ દ્રવ્ય એ બંને ભિન્ન ભિન્ન દ્રવ્યો છે. તે બંનેનો સંયોગિક સંબંધ પ્રવાહથી ચાલ્યા કરે છે. સંયોગ સંબંધો સર્વથા જુદા જુદા કરી શકાય છે. બાકી તદ્રુપ સંબંધ જુદા કરી શકાતા નથી. જેનું જ્ઞાન ચૈતન્ય છે છે તેનું નામ આત્મા છે. આત્મા અને જ્ઞાનનો સંબંધ તરૂપ સંબંધ છે. તે કદી એકબીજાથી જુદા પડે નહિ. સંયોગ દષ્ટાંતઃ હીરાની વીંટી, હીરો અને વીટીં જુદા પાડી શકાય. તરૂપ દષ્ટાંતઃ સોનું અને પીળાશ જુદાં પાડી શકાય નહિ.
સાતે નયો દ્વારા આધ્યાત્મિક સાધના થઈ શકે છે, અને પોતાના સ્વરૂપને નિરાવરણ કરી શકાય છે. અર્થાત્ વિકારી અને વિનાશી એવા મતિજ્ઞાનને અવિકારી અવિનાશી એવા કેવલજ્ઞાનમાં પરિણમન કરી શકાય છે.
હું શરીર છું એમ કહીએ છીએ તેને બદલે હું સિદ્ધ સ્વરૂપ છુંઅહં બ્રહ્માસ્મિ' એમ વિચારીએ તો આધ્યાત્મિક સાધના કરી શકાય. નૈગમનયમાં જડને ચેતન ગણાવી શકાય અને ચેતનમાં જડનો આરોપ-ઉપચાર કરી શકાય.
હું શરીર છું, જડમાં ચેતનનો આરોપ, હું સિદ્ધ છું, પરમાત્મતત્ત્વમાં આત્માનો આરોપ. નિગમનયથી ભૂત અને ભવિષ્યને વર્તમાનરૂપ માની શકાય છે જ્યારે કેવલજ્ઞાનમાં તો ભૂત-ભવિષ્ય બધુંય વર્તમાનરૂપ જ છે માટે તો કેવલજ્ઞાન અકાલ એટલે કે કાલાતીત છે.
નૈગમનયથી સંકલ્પ કરીએ કે “હું સિદ્ધસ્વરૂપ છું.' - હું બ્રહ્મસ્વરૂપ છું-અહં બ્રહ્માસ્મિ ' એનો સાચો અર્થ એ છે કે આપણામાં રહેલ અસિદ્ધપણુંસંસારીપણું એટલે કે દેહભાવ અને દેહાધ્યાસ ઉત્તરોત્તર ઘટતા જવા જોઈએ.
નગમનયથી કરેલો તે સંકલ્પ સાચો ત્યારે ઠરે કે જ્યારે સંગ્રહાયથી સર્વ જીવોને-પ્રાણી માત્રને સિદ્ધસ્વરૂપ-બ્રહ્મસ્વરૂપ લેખીએ અને તે મુજબનો તેઓ પ્રતિ વર્તાવ કરીએ. નૈગમનયના સંકલ્પ બાદ સંગ્રહનયમાં બ્રહ્મદષ્ટિઆત્મવત્ સર્વ ભૂતેષની દૃષ્ટિ સાધકમાં આવવી જોઈએ.
જેવી દૃષ્ટિ નૈગમનય અને સંગ્રહાયમાં કરી છે, તેવી દૃષ્ટિ વ્યવહાર નયમાં કરી તે પ્રમાણે તેવું આચરણ જીવનમાં થવું જોઈએ. શાનદૃષ્ટિ પ્રમાણેની જ્ઞાનક્રિયા જીવનના પ્રત્યેક ક્ષેત્રે થવી જોઈએ. જીવમાત્રને સિદ્ધસ્વરૂપે માનવા અને બધામાં સિદ્ધ ભાવને જોઈને “સર્વ ખલુ ઇદ બ્રહ્મ' ને જીવન સૂત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org