________________
૨૦૨
સૈકાલિક આત્મવિજ્ઞાન વ્યવહારમાં આપણે છાસને, દૂધ-દહીં-માખણ-ઘી આદિને ગોરસ પદાર્થોની ઓળખીએ છીએ; પરંતુ છાસને અગર તો દૂધ-દહીં-માખણ-ઘીને મૂળ પુદ્ગલ પરમાણું તરીકે નથી નિહાળતા. છાસને છાસ તરીકે, દહીંને દહી તરીકે અને માખણ-ઘીને માખણ-ઘી તરીકે જ જોવાની જે આપણી દૃષ્ટિ છે તે પર્યાયદષ્ટિ છે. એ આપણી ભેદદષ્ટિ છે. જ્યારે સર્વજ્ઞ-કેવલી ભગવંતો તે સર્વને પુદ્ગલદ્રવ્ય તરીકે પણ જુએ છે.
કર્તા ભોક્તાભાવયુક્ત જીવો પદાર્થને તેના મૂળ અસ્તિકાય રૂપે જોતા નથી. માટે જ અજ્ઞાન અને મોહવશ તેઓ કર્તાભાવ, ભોક્તાભાવ રાખે છે. કેમ કે દ્રવ્યદૃષ્ટિ (મૂળ દૃષ્ટિ અભેદદષ્ટિ) ન રાખતાં પર્યાય દષ્ટિ (ભેદદષ્ટિ) રાખે છે.
આપણે આપણા આત્માને તેમજ અન્ય જીવોને સિદ્ધ સ્વરૂપે (પરમાત્માના સ્વરૂપે) કે જીવાસ્તિકાય તરીકે નિહાળતા નથી. તેમ અચિત (જડ) પુદ્ગલને પરમાણુ રૂપે જોતાં નથી. આપણામાં આ મૂળદૃષ્ટિ-દ્રવ્યદષ્ટિ વર્તતી નથી તે જ કર્તા ભોક્તાભાવનું કારણ છે. આપણામાં દ્રવ્યદૃષ્ટિ નથી. આપણો બધો. વ્યવહાર અને સમજ પર્યાયથી છે. તેથી જ તો તીર્થકર ભગવંતોની દેશના પર્યાયાર્થિક નયથી છે.
સંસારમાર્ગે તેમજ મોક્ષમાર્ગે સંસારી જીવોનું જે જીવન છે એમાં પ્રયોજન છે અને તેથી જ કાર્ય-કારણ ભાવો છે. તે માટે જ સાત ગયો છે. મોક્ષ માર્ગ, સાધનામાર્ગે સાત નો એ આત્મભાવ માટેનું સાધન છે. જ્યારે સંસારમાર્ગે સાત નો કર્તા ભોક્તાભાવે વિચાર માટેનું સાધન છે.
આપણી ઇચ્છાઓ, સંકલ્પ, વિકલ્પો, અનુભવો, કાર્યો આપણે સાત નયોમાંથી તારવવાના છે. સાત નયો આપણું કાર્ય છે. સાત નયો આપણી શક્યતાઓ, સંભાવનાઓ અને સંવેદનાઓ છે.
જ્યાં નૈગમનય આદિ ઉપયોગમાં અર્થાત દૃષ્ટિમાં વર્તે છે ત્યાં મતિજ્ઞાન છે. નૈગમાદિ નયો આપણા જીવનના વિભાગરૂપ છે. સાત નય, સપ્તભંગી, ચાર કારણ, પાંચ કારણ, ચાર નિક્ષેપ આદિ સર્વેને શાસ્ત્રથી જાણી સ્વક્ષેત્રે જોવાના તપાસવાના છે. સાત નય યુક્ત આપણું જીવન છે. સપ્તભંગી યુક્ત આપણી દૃષ્ટિ છે અને ચાર નિક્ષેપા આપણો વ્યવહાર છે.
આપણે નયોને સિદ્ધ નથી કરવાના; પરંતુ નયો દ્વારા આપણા સ્વરૂપકાર્યને સિદ્ધ કરવાનું છે. નયોને સાધન બનાવવાના છે. નય એ સાધ્ય નથી પરંતુ ક્રિયા અને વિકલ્પરૂપ સાધન છે. સાધ્ય તો નિર્વિકલ્પકતા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org