________________
નય મીમાંસા
૨૦૧ (૧) મિત્રા (૨) તારા (૩) બલા (૪) દિપ્તા (૫) સ્થિરા (૬) કાન્તા (૭) પ્રભા અને (૮) પરા.
હરિભદ્રસૂરી મહારાજાશ્રીએ એમના યોગદષ્ટિ સમુચ્ચય નામના ગ્રંથમાં વિગતે વિચારણા આ આઠ દૃષ્ટિ વિશે કરેલ છે. એ આઠ દૃષ્ટિ જે બતાડેલ છે તે દૃષ્ટિ તો એક જ છે. પરંતુ ચિત્તના આઠ દોષો જે છે તે આઠ દોષો એકેક કરીને જતાં દૃષ્ટિમાં જે સુધારો થાય તે અનુસાર તે દૃષ્ટિનાં આઠ નામ જણાવેલ છે.
જ્યાં નૈગમનયનું કાર્ય પૂરું થાય છે ત્યાંથી સંગ્રહનાની શરૂઆત થાય છે. જ્યાં સંગ્રહનાનું કાર્ય પૂરું થાય છે ત્યાંથી વ્યવહારનયની શરૂઆત થાય છે. જ્યાં વ્યવહારનયનું કાર્ય પૂરું થાય છે ત્યાંથી જુસૂત્ર શબ્દનયની શરૂઆત થાય છે. જ્યાં ઋજુસૂત્રનયનું કાર્ય પૂરું થાય છે ત્યાંથી શબ્દયની શરૂઆત થાય છે. જ્યાં શબ્દનયનું કાર્ય પૂરું થાય છે ત્યાંથી સમભિરૂઢની શરૂઆત થાય છે. જ્યાં સમભિરૂઢિનયનું કાર્ય પૂરું થાય છે ત્યાંથી એવંભૂતનયની શરૂઆત થાય છે.
સાતે સાત નયને કર્તા-ભોક્તા ભાવમાં ઘટાડવવાના છે. જે દૃષ્ટિ છે તે દૃષ્ટિના ચાર ભાવ છે.
(૧) કર્તાભાવ (૨) ભોક્તાભાવ (૩) જ્ઞાતાભાવ (૪) દષ્ટાભાવ
જો દશ્યને જોઈને દૃષ્ટિમાં દશ્યની યા તો ઘટનાની અસર દષ્ટાને પહોંચે તો ત્યાં કર્તાભોક્તાભાવ ઘટાવવો પરંતુ જો દૃષ્ટિ પર દૃશ્યની કશી અસર દૃષ્ટાને થતી નથી તો ત્યાં માત્ર જ્ઞાતા-દષ્ટ ભાવ લેવો.
જ્ઞાતા શેયને જાણે છે. શેય તત્ત્વો ફરતાં રહે છે. પરંતુ જ્ઞાતા તો ઊભો રહે છે. જ્ઞાતા એ દ્રવ્ય છે. માટે જ્ઞાતાને અર્થાત જોનારાને જાણવો તે સ્વપ્રતિ સ્વયંની સત્ય દ્રવ્યદૃષ્ટિ છે અને તે દિવ્ય દૃષ્ટિ છે. દષ્ટિ અને દૃષ્ટા એક થઈ અવિનાશીપણાને પ્રાપ્ત કરે તે સાધના છે. આ દ્રવ્યદૃષ્ટિ છે. દ્રવ્ય નથી તો ઉત્પન્ન થતું નથી તો નાશ પામતું. જે ઉત્પન્ન થતું અને નાશ પામતું દેખાય છે-જ ઉત્પાદ અને વ્યય દેખાય છે તે તો દ્રવ્યના આધારે જ દ્રવ્યમાંથી ઉત્પન્ન થતા અને પાછા દ્રવ્યમાં જ લય પામતા તે તે દ્રવ્યના પર્યાયો છે. આથી તો વીતરાગ સર્વજ્ઞ તીર્થકર ભગવંતોએ ત્રિપદી ફરમાવતા કહ્યું કે “ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્ત સત્” દ્વવ્ય તો અનાદિ, અનંત, અનુત્પન્ન, અવિનાશી સ્વયંભૂ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org