________________
200
સૈકાલિક આત્મવિજ્ઞાન નિગમનય અને વ્યવહારનયમાં ઉપચાર આવે છે. જ્યારે જૂસૂત્રનયથી એવંભૂતનયમાં ઉપચાર નહિ ચાલે. '
નૈગમ-સંગ્રહ-વ્યવહાર એ ત્રણ સ્થલ નાયો છે. જ્યારે જુસુત્ર-શબ્દસમભિરૂઢ-એવંભૂત એ ચાર નવો સૂક્ષ્મ ગયો છે. સ્થૂલનય દ્રવ્યાર્થિકનયો કે વ્યવહારનયો કહેવાય છે. જ્યારે સૂક્ષ્મનો પર્યાયાર્થિક કે નિશ્ચય નયો કહેવાય છે. સ્કૂલનો સામાન્યગામી . જ્યારે સૂક્ષ્મનો વર્તમાનના ગ્રાહક હોવાથી વિશેષગામી છે.
| મુખ્યત્વે બે પ્રકારની જ દૃષ્ટિ કામ કરે છે, અભેદ દૃષ્ટિ અને ભેદ દૃષ્ટિ. દ્રવ્યાર્થિક નય અભેદ દૃષ્ટિ પર અને પર્યાયાર્થિક નય ભેદદષ્ટિ પર છે.
સાતે નો એ સીડીના-વિકાસક્રમનાં પગથિયાં પ્રગતિ પથ સોપાન છે. સાતે નયો કારણ-કાર્ય-ભાવ રૂપ છે. પરમાત્મતત્ત્વમાત્ર કાર્યરૂપ છે, કૃતકૃત્ય છે.
સંસારમાં સાત નો સાપેક્ષ ઘટે છે. જ્યારે મોક્ષમાર્ગમાં છ નો સાપેક્ષ ઘટે છે અને સાતમો એવંભૂતનય નિરપેક્ષ ઘટે છે. કેમ કે મુક્તિ-મોક્ષ બાદ કાર્ય-કારણની પરંપરાનો અંત આવી જાય છે.
નગમ-સંગ્રહ-વ્યવહાર નો પૂલ ક્રિયાત્મક છે અને બાહ્ય સાધનપ્રધાન છે. જ્યારે ઋજુસૂત્ર-શબ્દ-સમભિરૂઢ અને એવંભૂત એ ચાર નવો મનોયોગ પ્રધાન છે.
આ સાત નો એ કર્તા-ભોક્તાભાવવાળા જીવોના જીવનમાં સાત પગથિયાંરૂપ સીડી છે, સાધના છે-જીવન છે. જેને દૃષ્ટિ મળેલ છે, તે દૃષ્ટિ, કરે છે, એવા સંસારી જીવ માટેની આ સાત નયની વાત છે, કેવલી ભગવંતો તે તો પોતે પૂર્ણ જ્ઞાતી-દેષ્ટા છે-વીતરાગ છે, અને તેથી તેઓ નયાતીત છે.
સર્વવિરતિરૂપ ચારિત્રધર્મ મોક્ષમાર્ગ-સાધનામાર્ગ સર્વ નયાશ્રિત છે. આ બધા ગુણો આત્મભાવ રૂપ છે. જ્યારે શુદ્ધ સ્વરૂપ આત્મધર્મ એ સર્વ નયાતીત છે, અને સર્વ પ્રમાણરૂપ છે.
નય એ દૃષ્ટિ છે. દૃષ્ટિ તો જીવની એક જ છે. પરંતુ દૃષ્ટા એવા જીવના ભાવને અનુલક્ષીને તેની સાત નયમાં વહેંચણી કરી છે. એ જ પ્રમાણે જીવની દૃષ્ટિનું એક બીજી અપેક્ષાએ સાધનામાર્ગે આઠ દૃષ્ટિમાં વિભાજન કરી તે દૃષ્ટિના વિકાસક્રમનાં આઠ સોપાન બતાડેલ છે જે નીચે મુજબ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org