________________
નય મીમાંસા
૧૯૭ પ્રભુદાસભાઈ નામની એક વ્યક્તિ છે. એ વ્યક્તિ પાસે બેલિફ વોરન્ટ લઈને આવે છે અને પૂછે છે કે ભગવાનદાસભાઈ આપ છો ? ત્યારે તે વ્યક્તિ જણાવે છે કે, ના ! મારું નામ તો પ્રભુદાસ છે. ત્યારે બેલિફ એમ ના કહી શકે કે ભગવાનદાસ એટલે પ્રભુદાસ કેમ કે ભગવાન અને પ્રભુનો અર્થ એક જ છે માટે ભગવાનદાસભાઈનું વોરન્ટ આપ ઉપર બજાવું છું.
આ રીતે પણ સમભિરૂઢનય સત્ય છે અને શબ્દનય કરતાં વધુ સૂક્ષ્મ છે. એ અનુભવ ગમ્ય છે. એ જ પ્રમાણે મફતલાલ, ફોગટલાલ અને અમથાલાલ એવાં ત્રણ ખાતાં આપણી ખાતાવહીમાં છે. ત્રણે નામનો અર્થ એક થતો હોવા છતાં કાંઈ મફતલાલની રકમ અમથાલાલના ખાતે નહિ ખતવી શકાય. (૭) એવંભૂતનય -
આ નય કહે છે કે જો વ્યુત્પત્તિ ભેદથી અર્થભેદ માનવામાં આવે તો એમ પણ માનવું જોઈએ કે જ્યારે વ્યુત્પત્તિ સિદ્ધ અર્થ ઘટતો હોય ત્યારે જ તે શબ્દનો અર્થ સ્વીકારવો અને તે શબ્દ વડે એ અર્થનું કથન કરવું, અન્ય નહિ.
આ કલ્પના પ્રમાણે રાજચિહ્નોથી શોભવાની યોગ્યતા ધરાવવી, અને મનુષ્યરક્ષણની જવાબદારી રાખવી એટલું જ “રાજા” કે “નૃપ કહેવડાવવા માટે પર્યાપ્ત નથી. પરંતુ તેથી આગળ વધી જ્યારે ખરેખર રાજચિહ્નોથી શોભિતપણે વિદ્યમાન હોય ત્યારે જ અને ત્યાં સુધી જ રાજા કહેવડાવી શકાય અને એ જ પ્રમાણે પ્રજાનું-મનુષ્યનું રક્ષણ કરાતું હોય ત્યારે જ અને તેટલી જ વાર નૃપ કહેવડાવી શકાય. સેવાકાર્ય ચાલુ હોય ત્યારે જ અને તેટલી જ વાર પૂરતું સેવા કરનારને સેવક કહેવાય, અન્યથા નહિ.
આ પ્રમાણે જ્યારે વાસ્તવિક કામ થતું હોય ત્યારે જ અને તેટલી જ વાર તેને લગતું વિશેષ્ય નામ કે વિશેષણ વાપરી શકાય એવું એવંભૂતનયા માને છે. ક્રિયાના અભાવમાં તે શબ્દને એવંભૂત અપ્રોજ્ય લેખે છે.
એવભૂતનયનું સચોટ ઉદાહરણ રાજ્ય વ્યવહારમાં સરકારી વ્યવહારમાં જોવામાં આવે છે કે રાજ કર્મચારી સરકારી કર્મચારી જ્યાં સુધી પોતાની ફરજ ઉપર (on duty) હોય છે ત્યાં સુધી તે સમય પૂરતું જ તેને સરકારી સંરક્ષણ મળે છે, અન્યથા નહિ. .
આમ એવંભૂતનય અંતિમ પરિણામ, આત્યંતિક અવસ્થાનો નિર્દેશ કરે છે. વ્યવહારમાં જે એવંભૂતનય છે તે પારમાર્થિક નથી; કેમ કે વ્યવહારમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org