________________
નય મીમાંસા
૧૯૫ તે વ્યક્તિ (પાણી અથવા પદાર્થ) હોય, ગુણ હોય, ક્રિયા હોય કે સંબંધ હોય. પ્રાણીઓ વ્યક્તિઓમાં નર અથવા નારી કે નાન્યતરનો (લિંગનો) ભેદ હશે, તો તે દર્શાવવા પ્રસ્તુત નય જુદા જુદા શબ્દનો પ્રયોગ કરશે. જેમ કે પુરુષ-સ્ત્રી; પોપટ-મેના, મોર-ઢેલ, પુત્ર-પુત્રી આદિ. એકબીજાની સરખામણીમાં મોટા-નાના પરિમાણભેદ દર્શાવવા આ નય જુદા જુદા શબ્દોનો પ્રયોગ કરશે. જેમ કે ટેકરો, ટીંબો, ડુંગર, પહાડ, પ્યાલો-પ્યાલી ઈત્યાદિ.
એક જ વ્યક્તિ જુદી જુદી વ્યક્તિના સંબંધે જુદું જુદું સગપણ ધરાવતો હશે તો તે વ્યક્તિના સંબંધમાં બોલાતા પ્રત્યેક સગપણા સંબંધ જુદા જુદા જણાવવા જુદા જુદા શબ્દો જેવા કે કાકા-ભત્રીજો, મામા-ભાણેજ, પતિ-પત્ની, પિતા-પુત્ર, સસરા-જમાઈ આદિનો ઉપયોગ કરશે. કોઈ ક્રિયા ભૂતકાળમાં થઈ હોય તો ભૂતકાળ, વર્તમાનકાળમાં થતી હોય તો વર્તમાનકાળ અને ભવિષ્યકાળમાં થવાની હોય તો ભવિષ્યકાળ વાપરવાની કાળજી શબ્દનય લેશે. વસ્તુ કે વ્યક્તિ એક હશે તો એકવચન અને એકથી અધિક હશે તો બહુવચન યા તો માનાર્થે બહુવચની શબ્દનો પ્રયોગ કરશે, કારક સંબંધ હશે તો તે દર્શાવવા તેને અનુરૂપ વિભક્તિ “શબ્દનય” વાપરશે.
અહીં પ્રસંગતઃ જણાવવું ઉપયોગી છે કે જે પ્રસંગે જે નય ઉપયોગી હોય તે પ્રસંગે તે નયનું પ્રાધાન્ય સ્વીકાર્યા સિવાય ઇલાજ નથી. વ્યવહારનયના પ્રસંગે સંગ્રહનયનો ઉપયોગ કરીએ તો પત્ની, માતા, બહેન, પુત્રી, શેઠ, નોકર આદિનો ભેદ રહેશે નહિ અને અનેક ગોટાળા થશે. સંગ્રહનયના સ્થળે કેવળ વ્યવહારનો ઉપયોગ કરવામાં આવે તો ઠામ ઠામ જુદાઈ જ જુદાઈ જણાશે અને પ્રેમભાવનાનો લાસ થશે.
જ્યાં શબ્દનયની ઉપયોગીતા છે ત્યાં નૈગમનને લાગુ પાડતાં જેનામાં સાધુત્વતા કાંઈ નહિ હોય એવા કેવળ સાધુવેશધારીને નૈગમનયવાળો સાધુ કહેશે, જ્યારે વેશ ઉપરાંત બાહ્ય સાધ્વાચાર-બાહ્યક્રિયાનું પાલન કરનારને વ્યવહારનયવાળો સાધુ કહેશે; પરંતુ શબ્દનયવાળો તો તે ઉભય દંભી ગણી અસાધુ જ કહેશે અને જેમાં ખરી સાધુતા હશે તેને જ સાધુ કહેશે. આવા પ્રસંગે મુખ્યતા શબ્દનયની છે. એટલે કયા પ્રસંગે કયા નયનો ઉપયોગ સાધ્ય ઠરશે તેનો વિવેકપૂર્વક વિચાર કરવાની પ્રત્યેક પ્રસંગે આવશ્યકતા રહેશે.
શબ્દનય એક અર્થને કહેનાર અનેક જુદા જુદા પર્યાય વાચી શબ્દોમાંથી કોઈ પણ એક શબ્દને તે અર્થ દર્શાવવા વાપરવાનું અયોગ્ય લેખતો નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org