________________
નય મીમાંસા
૧૯૩ સંસારમાં સરખે સરખાના સહવાસમાં રહીએ છીએ. જે કાંઈ કલા આદિ મેળવવા, કેળવવા હોય તે કલાકાર કલાપીપાસુના સાંન્નિધ્યમાં-સંયોગમાં આવીએ છીએ તેમ સાધકે સાધનામાર્ગે સત્સંગ કરવો જોઈએ. જેઓએ બ્રહ્મદષ્ટિ કેળવી છે, જેઓ બ્રહ્મશ્રોત્રી (પંડિત), બ્રહ્મવિદ્ (જ્ઞાની), બ્રહ્મનિષ્ઠ (સર્વજ્ઞ) છે તેઓના સંપર્કમાં આવવું, તેઓના સાનિધ્યમાં રહેવું, એમના પડખાં સેવવાં જોઈએ. એ માટે થઈને જ દર્શનાચારનું પાલન છે. એમ કરવાથી લક્ષ્યાંતર થતું નથી અને લક્ષ પ્રતિ આગેકૂચ જારી રહે છે. અધઃપતન ન થતાં મેળવેલા ગુણનું રક્ષણ-પાલન થાય છે, અને ગુણમાં વિકાસ થાય છે-ઉત્થાન થાય છે.
મંદિર-મૂર્તિ-આગમનું સેવન-પૂજન કરવું, દેવ-ગુરુ ધર્મનાં આદર, સત્કાર, બહુમાન કરવાં, આત્માના સાચા પરમ આત્મસ્વરૂપને જાણવું ને એનો નિર્ણય કરવો, તથા તેનું લક્ષ્ય રાખીને લક્ષ પ્રાપ્ત કરવા પ્રવૃત્ત થવું-તત્પર થવું તેમજ લક્ષ્યાંતર ન થઈ જાય, તે માટે થઈને જ દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર એ પાંચ પંચાચારનું સેવન અને પાલન કરવારૂપ વ્યવહાર છે. જેને મોક્ષની ઇચ્છા છે અને જેને મોક્ષનું લક્ષ્ય થયું છે તે જ સાચો, ખરો ધર્મ છે-સાધક છે.
ચતુર્વિધ (સાધુ-સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા) સંઘની સેવામાં રહેવાથી લક્ષ્યાંતર થતું અટકે છે, અને લક્ષ પ્રતિ પ્રગતિ થાય છે. અસતનો સંગ છૂટી જાય તો સત્સંગ થયો કહેવાય. આ છે સાધકનો સાધનામાર્ગનો વ્યવહાર. (૪) જુસૂત્ર નય :
વસ્તુના માત્ર વર્તમાન પર્યાય તરફ આ નય લક્ષ ખેંચે છે. જે વિચાર ભૂત અને ભવિષ્યકાળને બાજુએ મૂકી માત્ર વર્તમાનકાળને સ્પર્શે તે “ઋજુસૂત્ર નય છે. આ નય કેવળ વર્તમાનકાળને માન્ય રાખે છે. ભૂતકાળ અને ભવિષ્યકાળનો તે અપલાપ કરે છે. આ નયની દષ્ટિએ વર્તમાન સમૃદ્ધિ સુખનું સાધન થતી હોવાથી તેને સમૃદ્ધિ કહી શકાય. પરંતુ ભૂત સમૃદ્ધિની સ્મૃતિ કે ભાવિ સમૃદ્ધિનાં સપનાં વર્તમાન સમયે સુખ સગવડ પૂરી પાડનાર ન હોવાથી તેને સમૃદ્ધિ ન કહી શકાય. એ તો નવાબી ગઈ અને નવાબ રહી ગયા કે ભેંસ ભાગોળે ને છાશ છાગોળે જેવી વાત કહેવાય. કોઈ ગૃહસ્થી સાધુધર્મની શુભ મનોદશાવાળો હોય ત્યારે તેને આ નય સાધુ કહે અને કોઈ સાધુના વેષમાં રહેવા છતાં અસંયમી વૃત્તિવાળો હોય ત્યારે તેને આ નય સાધુ ન કહેતાં અવતી જ કહે.
S-13
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org