________________
નય મીમાંસા
૧૯૧ આ નૈગમનય દ્વારા સાધકે સાધનામાં આત્માને પરમાત્મા માની તેનું લક્ષ્ય કરવાનું છે અને નૈગમયનથી સંસારમાં સંસારભાવે દેહને આત્મા માની જીવીએ છીએ તેવા જીવનથી છૂટવાનું છે. સંસારી જીવ ભલે સ્વરૂપ અભાનમાં વર્તતો હોય તો પણ જેમ એનામાં દેહભાવ પ્રવર્તે છે તેમ સાથે સાથે એનામાં સત્તામાં સિદ્ધ સ્વરૂપ પણ પ્રવર્તે છે એવું નૈગમનય જણાવે છે.
પ્રતિક્ષણે કાંઈ જીવ સ્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં નથી વિચરતો. પરંતુ જીવ બીજાં એટલે કે પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં જ બહુધા વિરહતો હોય છે. આથી નૈગમન અજીવને જીવ પણ કહે છે અને જીવને અજીવ પણ કહે છે. એટલે કે નૈગમનય ઉપચારથી બધું બધામાં ગટાવી આપે છે. ઉપચરિત તત્ત્વથી અનુપચરિત તત્ત્વનો ખ્યાલ આવી શકે; જે સાધકને સાધનાનું સાધન છે. ત્રણે કાળના એટલે કે સર્વકાળનાં સર્વ દશ્યો, સર્વક્ષેત્રે અને સર્વભાવોનું સમસ્તીકરણ અર્થાત એકીકરણ (ખીચડો) નૈગમનય કરે છે. “શું, શું નથી?” “બધું, બધું છે !” એમ નૈગમયનય કહે છે. જ્ઞાતા-દષ્ટાભાવને સમસ્ત વિશ્વ સાથે એક જ સમયે સંબંધ છે. તેમ કર્તાભોક્તાભાવે સમસ્ત વિશ્વ સાથે કર્મ-ક્રિયા-અને ક્રમથી સંબંધ છે. નૈગમનય મૂળથી ઉઠાવે છે અને કાર્ય સુધી પહોંચાડે છે.
પૂર્ણ જ્ઞાતા-દૃષ્ટા ભાવ કે જેમાં સમગ્ર વિશ્વનું જ્ઞાન અક્રમથી એક સમયે છે તેમજ પોતાના સ્વરૂપનું સ્વયંનું વેદના એક જ સમયે અક્રમથી એકસરખું છે. જ્યારે કર્તા-ભોક્તાભાવ કે જેમાં બધું છે પરંતુ ક્રમથી છે, એક પછી એક છે અને કર્મસંયોગથી છે. (૨) સંગ્રહનય :
“સામાન્ય, તત્ત્વને આશ્રીને અનેક વસ્તુઓને સમેટીને એકરૂપે ગ્રહણ કરવું એ સંગ્રહનય છે. જડ અને ચેતનરૂપ અનેક વ્યક્તિઓમાં જે સરૂપ સામાન્ય’ તત્વ રહેલું છે, તે તત્ત્વ ઉપર નજર રાખી બીજા વિશેષોને લક્ષમાં ન લેતા એ બધી વિવિધ વ્યક્તિઓને એકરૂપ સમજી એમ વિચારવું કે સતરૂપ વિશ્વ એક છે (કારણ કે સત્તા વિનાની કોઈ વસ્તુ નથી), તે સંગ્રહાયની દૃષ્ટિ છે.
“એક આત્મા છે” એ કથનથી વસ્તુતઃ બધાનો એક આત્મા સિદ્ધ થતો નથી. પ્રત્યેક શરીરમાં આત્મા જુદો જુદો છે. છતાં બધા આત્માઓમાં રહેલ સામાન્ય ચૈતન્યત્વને આશ્રીને “એક આત્મા છે' એવું કથન થાય છે, જે સંગ્રહનયની દૃષ્ટિ છે. સર્વ આત્માનું પરમાત્મ સ્વરૂપ એકસરખું છે, એ દૃષ્ટિ એ પણ “એક આત્મા છે' એ કથન સંગ્રહનય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org