________________
૧૯o
કાલિક આત્મવિજ્ઞાન (૪) પરિગ્રહ (સંઘરો) રાખવો નહિ (૫) ભોગ ભોગવવાની ઇચ્છા અર્થાત્ કામના રાખવી નહિ. એ પાંચ વ્રત (પ્રતિજ્ઞા પચ્ચખાણ)ની પાલના તે પાંચ બાહ્યવ્રત છે એ નૈગમનયને અનુસરીને છે. બાકી આત્મા મરતો નથી, હણાતો નથી તો આત્માને હણ્યો-હિંસા કરી કેમ કહેવાય ? બધું પર છે, કોઈનું કોઈ નથી તો ચોરી કરી કેમ કહેવાય ? એ સ્થિતિ તો નિશ્ચય સ્વરૂપની છે. આત્માના પરમ આત્મ સ્વરૂપની એ સ્થિતિ છે, જ્યાં સાધના નથી પણ સિદ્ધ અવસ્થા છે. વર્તમાનમાં તો જીવ સાધક છે અને સાધકને સાધનામાં નયાશ્રિત વ્યવહાર હોય જેને અનુસરીને એ પાંચ વ્રત છે. નયાતીત દેહાતીત થઈ અદેહી સિદ્ધ થયે નય વ્યવહાર ન રહે.
“કવિ કાલીદાસ હિન્દનો સેક્સપિયર છે.” સુખદુઃખના સાથીને કહેવું કે તે મારો જમણો હાથ છે, વહાલી પુત્રીને આંખની કીકી કહી સંબોધવી, સુંદર સ્ત્રીને મૂર્તિમાન સૌંદર્ય તરીકે લેખવી કે,
‘વં જીનિત, ત્વમસિ મે હૃદયં દ્વિતિય
– કૌમુદી નયનયોરમૃત ત્વમ ' તું મારું જીવિત છે, મારું બીજું હૃદય છે, મારા નેત્રોની ચન્દ્રિકા છે, મારા અંગને અમૃતરૂપ છે એવા ઉદ્ધોધન કરવા તે સર્વ ઉપચાર નૈગમનયનાં ઉદાહરણ છે. “પુરુષસિંહાણ”, “પુરુષવર પુંડરિયાણ”, “પુરુષવર ગંધહક્ષિણ એ ભગવાનનાં વિશેષણો ઉપચાર નૈગમનાય છે. રિઝર્વ બેંકના કાગળિયાં કે ચેકથી થતો નાણાવ્યવહાર એ પણ ઉપચાર નૈગમનાય છે.
આમ વિવિધ લોકરૂઢિ અને લૌકિક સંસ્કારના અનુસરણમાંથી જન્મનારા વિચારો-વાવ્યાપારો નૈગમનયની કોટિમાં મુકાય છે.
નૈગમનય ધર્મ અને ધર્મો પૈકી કોઈ એકને ગોણરૂપે અને બીજાને મુખ્યરૂપે ગ્રહણ કરે છે. જેમકે જીવના ભેદપ્રભેદના નિરૂપણમાં એના જ્ઞાનાદિ ગુણોના વર્ણનમાં જીવ ગૌણરૂપ હોય છે.
ગુણ-ગુણી, ક્રિયા-ક્રિયાવાન, અવયવ-અવયવી તથા જાતિ-જાતિમાન એમની વચ્ચેના તાદાભ્ય (અભેદ-તરૂપતા)ને આનય સ્પર્શતો નથી. એ બધાં વચ્ચે (જેમ કે ગુણ અને ગુણી વચ્ચે) એ ભેદને જુએ છે. એમનામાંના (ગુણગુણી વગેરેમાંના) કોઈ એકને મુખ્યપણે તો બીજાનેગોણપણે કલ્પવાની આ નય નીસરણી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org