________________
૧૮૮
અને દેહ થકી થતી ક્રિયા.
નિશ્ચયનય એટલે દ્રવ્યની સાથે ગુણ-પર્યાયનો વિચાર. અર્થાત્ આત્માની સાથે જ્ઞાન-દર્શન-ચારિત્રનો વિચાર કરવો તે નિશ્ચયનય. એ ગુણ અને ગુણીની અભેદતા પ્રતિ નિર્દેશ કરે છે. જ્યારે વ્યવહારનય ગુણ અને ગુણી અર્થાત્ ગુણ પર્યાય અને દ્રવ્ય વિષેના ભેદ પ્રતિ નિર્દેશ કરે છે.
નિશ્ચયનયનું કાર્ય કરવા માટે વ્યવહાર નયનો આશ્રય લેવો પડે છે. પૂર્ણ નિશ્ચય પામ્યા પછી વ્યવહાર નયના ટેકાની આવશ્યકતા રહેતી નથી. કાંઈ કરવાનું જ્યાં હોય ત્યાં ટેકો જોઈએ. સક્રિયતા છે ત્યાં વ્યવહાર છે. શુદ્ધ નિશ્ચય સ્વરૂપ અક્રિય સ્વરૂપ છે.
(૧) નૈગમ નય :- ન એક ગમ ઇતિ નૈગમ
નૈગમ એટલે કે નિગમ અર્થાત્ ક્લ્પના. નૈગમનયને નથી ભૂતકાળની મર્યાદા કે નથી ભવિષ્યકાળની મર્યાદા. નૈગમનય ઉપચરિત સત્ય માને છે. નૈગમનય અંશ, આરોપ (ઉપચાર) સંકલ્પને જે માને છે તેમ જડ દ્રવ્યને ચૈતન્ય માને છે, અને ચેતન દ્રવ્યને જડ માને છે. નૈગમનય ઉપરચરિત સત્યને માને છે, તે અનુપરિત સત્યની અપેક્ષાએ ખોટું ઠરે છે. બાકી વ્યવહારની અપેક્ષાએ સાપેક્ષપણે ઉપચરિત સત્ય પ્રમાણે જ્ઞાનનો વિષય અને વેદનનો વિષય બને છે.
વૈકાલિક આત્મવિજ્ઞાન
આત્મા અને પુદ્ગલ સ્કંધ (દેહ-શરીર)નું જે મિશ્રણ થયેલું છે, એમાં જડ અને ચૈતન્યનો ભેદ સમજવો સહેલો છે, પરંતુ રૂપી (પુદ્ગલ સ્કંધ) અને અરૂપી (આત્મા) નો ભેદ સમજવો ઘણો કઠિન છે. છતાં જડને ચેતન કહેવું અને ચેતનને જડ કહેવું તે ધર્માંતર નૈગમનય અથવા આરોપ નૈગમનય છે. અત્રે ઉપચરિત શબ્દનો ખુલાસો કરી લઈએ તે જે નીકળી જાય, ટળી જાય તે ઉપરત કહેવાય છે. સાધ્ય પ્રાપ્ત થતાં સાધન નીકળી જાય-ટળી કે છૂટી જાય છે. એટલે સાધના ઉપચરિત કહેવાય. સાત નયોમાં જો નૈગમનય નહિ સ્વીકારીએ તો જગત વ્યવહાર ચાલી શકે નહિ. ‘હું શરીર છું’. એ જડમાં ચેતનનો આરોપ-ઉપચાર છે અને ‘હું સિદ્ધ સ્વરૂપ છું’. ‘અહં ‘અહં બ્રહ્માસ્મિ !’ એ સંકલ્પ છે. જડ-ચેતન, ચેતન-જડ એ બધું નૈગમનય આશ્રિત ઘટે છે. ન એટલે એક નહિ, એકથી અધિક દૃષ્ટિએ એટલે નૈગમનય. એક ષ્ટિ બતાવે તેને નય કહેવાય, પણ બીજી સૃષ્ટિનો જો અપલાપ કરે તો તે નયાભાસ કહેવાય.
નૈગમનયના મુખ્ય ત્રણ પેટા ભેદ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org