________________
નય મીમાંસા
૧૮૭ નય અને (૭) એવંભૂત નય.
આમાંના પ્રથમ ચાર નો ‘દ્રવ્યાર્થિક નય” છે. જ્યારે પછીના ત્રણ નયો “પર્યાયાર્થિક નય” છે. આ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયના ભેદ ભૂલ અને સૂક્ષ્મની અપેક્ષાએ છે. દ્રવ્યાર્થિક નવો અભોગ્ય છે. જ્યારે પર્યાયાર્થિક નો ભોગ્ય છે.
કાર્યની શરૂઆત (આદિ) એ નૈગમ નય છે. જ્યારે કાર્યની પૂર્ણતા (સમાપ્તિ) જે એવંભૂત નય છે અને કાર્યના વચલા તબક્કા જે છે તે ઉપર જણાવ્યા મુજબના બીજાથી લઈ છ8ા સુધીના પાંચ નયો છે. વળી જે ઉત્તરોત્તર વિકાસના કાર્યકારણના તબક્કા છે.
(અ) નૈગમનય એટલે બધાં કારણ-કાર્યની પરંપરા છે, પાયો છે. (બ) વચલાં બધાં નયો એ ફારણ-કાર્યનું બીજ છે. (ક) જ્યારે એવંભૂત નય એ અંતિમ કાર્ય છે.
સંસારમાં પારમાર્થિક એવંભૂત નય છે જ નહિ. કેમ કે ત્યાં કાર્યકારણ પરંપરા ચાલુ રહે છે અને આત્યંતિક એવી અંતિમ સિદ્ધિ ત્યાં છે જ નહિ.
પારમાર્થિક એવંભૂત નય માત્ર મોક્ષમાર્ગમાં સિદ્ધત્વ અર્થાત પરમાત્મતત્ત્વની પ્રાપ્તિ થવી તે છે.
આ નયોમાં મોહનીયના ૧૬ કષાયો અને ૯ કષાયોને હણવા માટે જે નય સાધનામાં કામમાં આવે તે સુનય છે. સુનયને સાધન બનાવીને આપણે અવિકારી, અવિનાશી, વીતરાગી બની પારમાર્થિક એવંભૂત નયમાં જવાનું છે?
પદાર્થના ગુણધર્મને અનુલક્ષીને સુનય-કુનયમાં ભેદ નથી.શું જોઈએ છે ?” એના સંદર્ભમાં સંસાર નથી. પરંતુ દશ્ય પદાર્થ જોઈને એના સ્વ પરત્વે કેવા ભાવ કરીએ છીએ એ ઉપર સંસારભાવ કે મોક્ષભાવ સમજવાનો છે. માટે જ દેહભાવ એ કુનય છે અને આત્મભાવ એ સુનય છે.
કોઈ પણ પદાર્થને રાગપૂર્વક જોવો જાણવો નહિ, અને જોયા જાણ્યા પછી રાગ કરવો નહિ એ “સુનય દૃષ્ટિ' છે, જ્ઞાતા દૃષ્ટા ભાવ એ “સુનય દૃષ્ટિ' રાગભાવ હઠાવવા તે “સુનય' છે.
સંસારમાં જેટલા જેટલા આપણા દેહભાવ-મોહભાવ છે, તે સઘળા કુનય' છે, જે મિથ્યા દર્શન' છે આત્મભાવ, આધ્યાત્મિક ભાવ “સુનય' છે.
અગાઉ જણાવ્યા મુજબ આ નયોની વહેંચણી બીજા બે ભેદ નિશ્ચયનયમાં અને વ્યવહારનયમાં પણ કરવામાં આવ્યા છે. નિશ્ચય એટલે અત્યંતરદશા. અર્થાત અત્યંતર એવું અંતઃકરણ કે મનોયોગ જ્યારે વ્યવહાર એટલે દેહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org