________________
નય મીમાંસા
૧૮૯
(અ) સંકલ્પ નૈગમ (બ) અંશ નૈગમ (ક) આરોપ (ઉપચાર) નૈગમ. (અ) સંકલ્પ નૈગમ : એક વ્યક્તિ સુરત જવાની તૈયારીમાં છે તે સમયે તેનો કોઈ સંબંધી આવી પૃચ્છા કરે કે શું કરો છો ? ત્યારે તે જવાબ દેશે કે ‘હું સુરત જાઉં છું !'
અથવા એક વ્યક્તિએ ચોરી કરવાનો સંકલ્પ કર્યો, તો તેને ધર્મશાસ્ત્ર ચોરી ન કરી હોવા છતાંય ચોરી કર્યા જેવો દોષ લાગ્યો એમ ફરમાવશે. આ નય અનુસાર ‘ક્રિયમાણું કૃતમ્' કરાતું હોય તે કર્યું કહેવાય છે. "સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપી !' અહં બ્રહ્માડસ્મિ!" હું સિદ્ધ સ્વરૂપ છું" એ સંકલ્પ નૈગમનય છે.
"
(બ) અંશ નૈગમ :- એક પુરુષના ધોતિયાના કે એક સ્ત્રીની સાડીને સહેજ અગ્નિનો તણખો લાગતાં કે જરા બળતાં તે પુરુષ કે તે સ્ત્રી એકદમ ચોકી જઈ બોલે છે ‘મારું ધોતિયું બળી ગયું” કે ‘મારી સાડી બળી ગઈ' એ જ પ્રમાણે ખુરશીનો એક પાયો ભાંગી જતાં ખુરશી ભાંગી ગયાનું કહેવાય
છે.
(ક) આરોપ નૈગમ ઉપચાર નૈગમઃ
આજે દિવાળીના દિવસે તીર્થંકર ભગવંત મહાવીર સ્વામી નિર્વાણ પામ્યા, અથવા આજે ચૈત્ર સુદી તેરસે ભગવાન મહાવીર જન્મ્યા, એ કથનમાં વર્તમાન ઉપર ભૂતકાળનો આરોપ ઉપચાર કરવામાં આવે છે. પ્રતિમાની અંજનશલાકા અર્થાત્ પ્રાણપ્રતિષ્ઠાએ પ્રતિમામાં પરમાત્મ ભગવંતનો આરોપ-ઉપચાર છે. પ્રતિદિન પ્રભુ જન્મોત્સવની ઉજવણી તે સ્નાત્રમહોત્સવ એ પણ ઉપચાર નૈગમનય છે.
જડ એવા શરીરને ‘હું' માનવું તે જડમાં ચેતનનો આરોપ છે, આને દેહાત્મક બુદ્ધિ અર્થાત્ શરીરમાં આત્મબુદ્ધિ સચ્ચિદાનંદભાવ કર્યો કહેવાય. જેમ શરીરમાં આત્મબુદ્ધિ જીવ કરે છે તેમ ભોગ-સામગ્રી-ધનાદિમાં પણ જીવ આત્મબુદ્ધિ કરે છે. આ જ કારણથી એટલે કે આ નયને અનુસરીને જ શરીરમાં આત્મબુદ્ધિ હોવાથી શરીરની હાનિ ને જીવહિંસા ગણાવેલ છે, અને ભોગસામગ્રીમા આત્મબુદ્ધિને કારણે ભોગસામગ્રી-ધનાદિના અપહરણને ચોરી ગણાવેલ છે.
(૧) હિંસા કરવી નહિ (૨) ચોરી કરવી નહિ (૩) જૂઠું બોલવું નહિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org