________________
વૈકાલિક આત્મવિજ્ઞાન
અથવા તો સમાનતાનું-એકાત્માનું જે દર્શન છે તે સંગ્રહનય છે, એ અભેદદૃષ્ટિ છે અને તે દિવ્યદૃષ્ટિ છે. જ્યારે વિષમતાનું દર્શન એ વિશેષતાવિશિષ્ટતાનું દર્શન છે, એ વ્યવહાર નય છે, અને તે ભેદદૃષ્ટિ છે યા પર્યાય દૃષ્ટિ છે.
૧૯૨
જીવ માત્રને જીવ તરીકે જોવા એ દ્રવ્યદૃષ્ટિ-અભેદદૃષ્ટિ છે. જે સંગ્રહનય છે, પણ તેમાં પ્રાણી-પશુપંખી, માનવદેવ; એશિયાવાસી, યુરોપવાસી; અમેરિકાવાસી, ગોરો-કાળો, ઊંચો-નીચો, જાત-કુળ, ભારતી, ચીની, રૂસી, યુરોપી, અમેરિકી, હિંદુ-મુસ્લિમ-જૈન-બૌદ્ધ-ઈસાઈ, સ્ત્રી-પુરુષ, સંન્યાસી-સંસારી, રમણલાલ, પન્નાલાલ, ઇદિરા-કમલા આદિના ભેદ પાડી જોવું તે પર્યાયદૃષ્ટિ છે જે વ્યવહાર નય છે.
સંગ્રહનય સામાન્ય તત્ત્વને આશ્રિત હોઈ, સામાન્ય જેટલું વિશાળ તેટલો તે સંગ્રહનય વિશાળ અને સામાન્ય જેટલું નાનું તેટલો તે સંગ્રહનય ટૂંકો. પણ જે જે વિચારો સામાન્ય તત્ત્વને લઈને વિવિધ જૂથોનું એકીકરણ કરવા તરફ પ્રવર્તતા હોય તે બધાજ સંગ્રહનયની શ્રેણીમાં મૂકી શકાય.
સંગ્રહનય દ્વારા જેમ સંસારમાં બધાને સંસારી જીવો માનીએ છીએ એમ સાધનામાં સાધકે સર્વે જીવોને સિદ્ધ સ્વરૂપે જોવા જઈએ. સર્વ ખલુ ઇદં બ્રહ્મ આત્મવત્ સર્વ ભૂતેષુ પશ્યતિ સપતિ બધે બ્રહ્મદૃષ્ટિ કેળવવી જોઈએ. આ સંગ્રહનયની સાધના છે. (૩) વ્યવહાર નય :
સામાન્યરૂપે નિર્દિષ્ટ કરાયેલી વસ્તુ વિગતવાર ન સમજી શકાય માટે તેની વિશેષ સમજ આપવા માટે વિશેષ પ્રકારે તેના ભેદ પાડી તેનું પૃથક્કરણવિભાગીકરણ કરી બતાવનાર વિચાર ‘વ્યવહારનય' છે. ટૂંકમાં, એકીકરણરૂપ બુદ્ધિવ્યાપાર એ સંગ્રહનય છે. પૃથક્કરણરૂપે બુદ્ધિવ્યાપાર એ વ્યવહારનય છે. ઉપરાંત લોકરૂઢિ અનુસારનું કથન પણ વ્યવહારનય છે એટલું જ નિહ પણ જે પ્રમાણેનું મંતવ્ય અભિપ્રાય જ્ઞાન છે તે પ્રમાણેનું વર્તન તે વ્યવહારનય છે.
‘ઘઉં વીણ !' એ કથન લોકરૂઢિ અનુસારના વ્યવહારનયનું ઉદાહરણ છે. ક્રિયા કાંકરા વીણી છૂટા પાડવાની થાય છે પણ વ્યવહાર ‘ઘઉં વીણ!' એમ કહેવાનો છે. માને બા, ભાભી કે કાકી યા બેન કહેવાનો રિવાજ છે. મા એ બાપની પત્ની છે તે સાચી વાત છે પણ એ રીતે માની ઓળખ આપવાનો વ્યવહાર નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org