________________
૧૮૦
સૈકાલિક આત્મવિજ્ઞાન પ્રાપ્તિ અંગે વિકાસ કરાવીને પૂર્ણતાએ પહોંચાડે છે. સાત નયોથી સાધકે ઉત્તરોત્તર સાધના કરવાની છે. એકબીજા નયમાં એકબીજાને જોવાના છે.
સપ્તભંગિ અને સાત નયોની સાધના દ્વારા જીવે અહમ્-રહિત થવાનું છે, અને નહિ કે અહમ્ વધારવા, વાદવિવાદ કરવા યા પંડિતાઈ બતાડવા સાધના કરવાની છે.
જ્યાં સુધી હું કેવલજ્ઞાની નથી થયો ત્યાં સુધી હું હારેલો છું. મોહરાજાથી હારેલો એવો હું દોષોથી ભરેલો છું માટે મારી હારને જીતમાં પલટાવવા માટે સાત નો અને સપ્તભંગિની સાધના કરવાની છે.
સાત નય વગરનું કોઈ જીવનું જીવન નથી. નિગમ સંગ્રહ અને વ્યવહાર નય જણાવે છે કે...
હે જીવ ! તું તારા પ્રત્યે અને જગત પ્રત્યે દૃષ્ટિ કર !
ત્યારે આપણે અનાદિકાળથી જગતને આપણા પ્રત્યે દૃષ્ટિ કરાવવા ઇચ્છીએ છીએ અને પોતે સ્વયં પ્રતિ પણ દૃષ્ટિ કરતા નથી.
આપણા મોહભાવો રસવાળા છે, કઠિન છે કારણ કે આપણા જ્ઞાનને સ્યાદ્ લગાડતા નથી. જો આપણા જ્ઞાન ઉપયોગમાં ચા લગાડીએ તો આપણા મોહભાવો મૃદુ થાય, અલ્પ થાય. આપણું જ્ઞાન સાવરણ જ્ઞાન છે. અપૂર્ણ અને ક્રમિક એવું આંધળું જ્ઞાન છે, માટે આંધળાને દોરવાને માટે લાકડીની જરૂર હોય છે. એમ છદ્મસ્થના આવરણ-અલ્પ-અપૂર્ણ-ક્રમિક-આંશિક જ્ઞાનને અલ્પ મોહભાવ રહે તે માટે થઈને સ્યાદ્વાદ લગાડવાનો છે. સ્યાદ્વાદ, જ્ઞાની ભગવંતોએ આપણને નિર્મોહી બનવા માટે તથા નિર્મોહીપણે જીવન જીવવા માટે આપેલ છે, જેથી કરી જ્ઞાનમાં અહમ્ ન રહે અને મોહવિકારો અલ્પ અને અલ્પ થતા જાય.
જ્યાં સુધી આપણા જ્ઞાનમાં મોહવિકારો છે ત્યાં સુધી આપણે આંધળા એટલે કે અજ્ઞાની અર્થાત્ અપૂર્ણ જ્ઞાની છીએ. દેખતા તો તે છે કે જેઓ પ્રત્યક્ષ જ્ઞાની અર્થાત પૂર્ણજ્ઞાની-કેવલજ્ઞાની એવા સર્વજ્ઞ છે. જેમના જ્ઞાનમાં મતિજ્ઞાનમાં કોઈ ધર્મો, કોઈ વિચારો, કોઈ સંકલ્પો કે કોઈ વિકલ્પો નથી,
જ્યાં જોવા-જાણવાની કોઈ જરૂર નથી, જ્યાં સ્મૃતિ કે વિસ્મૃતિના કોઈ પ્રશ્નો નથી.
સ્યાદ્વાદ આપણા જ્ઞાન ઉપયોગમાં નિરંતર ચાલુ રાખવાથી આપણું કાર્ય ચાલ્યા કરે છે અને અંતે આપણે સ્વયં દેખતા થઈએ છીએ. માટે જ સર્વજ્ઞ ભગવંતના જ્ઞાનની કિંમત છે. સ્યાદ્વાદ દ્વારા “તત્ત્વ કેવલિગમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org