________________
સ્યાદ્વાદ દર્શન
૧૭૯
તીર્થંકર પરમાત્મ ભગવંતે આપેલ સ્યાદ્વાદદર્શન જ સત્ય સામ્યવાદ દર્શન છે કે જે દર્શન કર્મનિરપેક્ષ જીવની સિદ્ધ અવસ્થા સત્તાથી સર્વ જીવોમાં જોવાની દૃષ્ટિ આપે છે અને એટલું જ નહિ પણ એવી સર્વસમાન અવસ્થા જ્યાં છે તે સિદ્ધાવસ્થાના સ્થાન મોક્ષને બતાડે છે અને ત્યાં પહોંચવાના માર્ગને પણ દેખાડે છે.
જે વસ્તુ સાપેક્ષ છે તેની વિરુદ્ધ વસ્તુની તત્ત્વની અસ્તિ અર્થાત્ હસ્તિ વિશ્વમાં હોય જ. ઉદાહરણ તરીકે....
જીવ સામે અજીવ; જ્ઞાન સામે અજ્ઞાન;
રૂપી સામે અરૂપી; પ્રકાશ સામે અંધકાર; ઠંડી સામે ગરમી તેમ ક્રમ સામે અક્રમ ઇત્યાદિ સાપેક્ષ મારું માનેલું ટળી શકે છે અને નિરપેક્ષ મારું કદી ટળતું નથી.
સપ્તભંગિથી કેવલજ્ઞાનનું સ્વરૂપ કેવું છે તેનું જાણપણું પ્રાપ્ત થાય છે, અને એ જાણપણા ઉપ૨ સાત નયોની દૃષ્ટિ અને સાધના છે. જે વડે કાર્યસિદ્ધિરૂપ કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરવાની છે, માટે કેવલજ્ઞાનને કાર્યસિદ્ધિનો વિષય બનાવવો જોઈએ. કેમ કે સાત નયયુક્ત આપણું જીવન છે, સપ્તભંગિયુક્ત આપણી દૃષ્ટિ છે અને ચા૨ નિક્ષેપા એ આપણો વ્યવહાર છે.
સપ્તભંગિ અને સાત નયો દૃષ્ટાએ સ્વયં પોતા ઉપર અને પોતાની દૃષ્ટિ ઉપર લાગુ પાડીને સ્યાદ્ અપૂર્ણ અવસ્થામાંથી જીવે પોતાની પૂર્ણ અસ્યાદ્ આત્યંતિક એવી પરમ શુદ્ધાવસ્થા પ્રાપ્ત કરવાની છે. આ જ તો અધ્યાત્મવાદ છે. સપ્તભંગિ અને સાત દૃશ્યને લાગુ નથી પાડવના. એ કામ દર્શનવાદીના છે. દૃષ્ટાના કે સાધકના નહિ. ખંડનાત્મક પદ્ધતિને ખતમ કરવા માટે જ્ઞાની ભગવંતે સ્યાદ્વાદ આપેલ છે. કોઈ પણ વિકલ્પમાં ન બંધાઈએ અને અહર્નિશ નિર્વિકલ્પકતા એટલે કે અક્રમિકતાનું લક્ષ્ય રહ્યા કરે અને થયા કરે તે માટે જ્ઞાની ભગવંતોએ સ્યાદ્વાદદર્શન પ્રરૂપેલ છે.
સાપેક્ષવાદની સમજણ જીવે દરેક પરિસ્થિતિમાં સમાધાન કરી સમભાવપૂર્વક જીવવા માટે પ્રાપ્ત કરવાની છે. સાપેક્ષવાદ કાંઈ વાદવિવાદ માટે નથી ભણવાનો. સ્યાદ્વાદથી આપણે જ્ઞાનપ્રકાશ વિવેકમાં રહીને જીવવાનું છે. કોઈને દુઃખી નથી કરવાના.
પરમાત્મા પાસેથી સ્વરૂપ સત્ય મળે છે, જ્યારે દીન, દુઃખી, દરિદ્રી, પીડિત વ્યક્તિઓને જોઈને સ્વરૂપ તત્ત્વ કેમ આવરાયેલું છે તે સમજાય છે. સપ્તભંગિ પૂર્ણતત્ત્વનું લક્ષ્ય કરાવે છે. જ્યારે સાત નયો પૂર્ણ તત્ત્વની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org