________________
સ્યાદ્વાર દર્શન
૧૭૭. સાપેક્ષવાદ
(Theory of Relativity) માં આપણે અપૂર્ણની સામે અપૂર્ણ ઘટાવીએ છીએ તે અધ્યાત્મ માર્ગ નથી, પરંતુ પૂર્ણની ધરી પકડીને અપૂર્ણને સમજવું તે અધ્યાત્મવાદ છે. અધ્યાત્મ માર્ગ છે. અપૂર્ણમાંથી પૂર્ણ બનવા માટે મોક્ષસાધના માર્ગ છે અને સ્યાદ્વાદ છે.
સપ્તભંગિ કેવલજ્ઞાનનું લક્ષ્ય કરાવે છે અને કેવલજ્ઞાનનું સ્વરૂપ સમજાવે છે. છદ્મસ્થજ્ઞાનમાં જેવું અને જેટલું જાણીએ, તેવું અને તેટલું જગત કે જગતના ભાવો નથી. વળી જેટલું જાણીએ છીએ તે બધું ક્રમિકતાએ જાણીએ છીએ, જે જાણીએ છીએ તેનાથી અનંતગુણ ભાવોમાં જે જગતમાં રહેલ છે તે જાણતા નથી. આવું લક્ષ્ય સપ્તભંગિ અને સ્યાદ્વાદ કરાવે છે. આનાથી લાભ એ થાય છે કે જાણીએ તેટલા જ્ઞાનમાં બંધાઈએ નહિ. જો બંધાઈ જઈએ તો રાગ અગર દ્વેષ થયા કરશે. રાગ અને દ્વેષ ઘટતા જાય, ઓછા થતાં જાય, દૂર થઈ જાય, મતિજ્ઞાન મોકળું રહે અને મુક્ત થઈ કેવલજ્ઞાનમાં પરિણમે એ સપ્તભંગિ ને યાદૂવાદનો ઉદેશ છે, રહસ્ય છે, મર્મ છે-લક્ષ્યાર્થ છે.
સપ્તભંગિથી જ્ઞાન અને કાળનો વિચાર કરવાનો છે. જ્ઞાનમાં કાળ કેમ ઘૂસી ગયો છે ? એ વિચારવાનું છે.
જેમ ચશ્મા વડે કરીને આંખ જુએ છે તેમ આંખ વડે કરીને પોતાના જ્ઞાને કરીને આત્મા જુએ છે. જેથી નાની પુદ્ગલની બનેલી આંખો વડે વિશાળ જગતના નાના-મોટા સર્વ પદાર્થો દેખાય છે, જણાય છે.
સ્યાદ્ શબ્દ પૂર્ણતાનું લક્ષ્ય કરાવવાની સાથે સાથે નિર્મોહી પણ બતાવે છે, જેમ અજીવ શબ્દ જીવનું નિષેધાત્મક સ્વરૂપ સમજાવે છે એ જ પ્રમાણે સ્યાદ્ શબ્દ અસ્યાદ્ અર્થાત્ પૂર્ણનું સ્વરૂપ સમજાવે છે-લક્ષ્ય કરાવે છે.
કેવલજ્ઞાનમાં સર્વ દ્રવ્ય-ગુણ-પર્યાયનું અસ્તિત્વ એક જ સમયે અર્થાત્ સમકાળ વિદ્યમાન છે. તેના અસ્તિત્વથી “સ્વાદ અસ્તિ” સમજવાનું છે. તે જ પ્રમાણે છદ્મસ્થાનમાં સર્વ દ્રવ્ય-ગુણ-પર્યાય એક જ સમયે સમકાલીન વિદ્યમાન નથી, તેના નાસ્તિપણાથી “સ્વાદ નાસ્તિ” સમજવાનું છે.
સપ્તભંગિમાં પૂર્ણ અને સાચી દષ્ટિ કરવાની છે. જ્યારે સાત નયમાં તે પ્રમાણે સાધના કરવાની છે. સપ્તભંગિથી આત્માનો ઉપયોગ નિર્મોહી બનાવવાનો છે. સપ્તભંગિથી આત્માએ દૃષ્ટિમાં સાક્ષીભાવ અકર્તાભાવ લાવવાનો છે અને જ્ઞાનમાં ભોક્તાભાવ-કર્તાભાવ હોય તો તેને કાઢવાનો છે. જ્યારે સાત નય એ સાધના છે એનાથી આત્માને પૂર્ણતાએ પહોંચવાની રૂઢિ કેળવવાની છે. S-12
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org