________________
૧૭૫
સ્યાદ્વાર દર્શન અસ્તિકાયને વિશેષ સમજીએ છીએ તેમ સ્યાદ્વાદથી અસ્યા એવા કેવલજ્ઞાનને પણ સિદ્ધ કરવાનું છે.
પદાર્થને તેના સકલ સ્વરૂપમાં અખંડિત જોવો તે સ્યાદ્વાદ છે. એક પદાર્થને અનેક દૃષ્ટિથી જોવા, તપાસવા અને નકકી કરવા, જે સર્વાગદષ્ટિ જોઈએ તેયાદ્વાદ છે.
સ્યાદ્વાદશૈલીથી પદાર્થનું સર્વાગી દર્શન કરવા તેનું સાત પ્રકારે અવલોકન કરવું પડે. જે સાત પ્રકારને સાત ભાંગા અર્થાત્ સપ્તભંગિ કહેવાય છે. એ સાત નીચે મુજબ છે.
(૧) સ્માત અતિ (છે). (૨) સ્યાત્ નાસ્તિ (નથી) (૩) સ્યાત અસ્તિ-નાસ્તિ (છે, નથી) (૪) સ્યાહુ અવક્તવ્ય (કહી શકાતું નથી) (૫) સાત અતિ અવક્તવ્ય છે પણ કહી શકાતું નથી) : (૬) સ્વાતિ નાસ્તિ અવક્તવ્ય (નથી પણ કહી શકાતું નથી) (૭) સ્થાતિ અતિ નાસ્તિ અવક્તવ્ય (છે-નથી પણ કહી શકાતું નથી)
સારુંય વિશ્વ જીવ-અજીવ, રૂપી-અરૂપીમાં જેમ સમાઈ જાય છે તેમ શેય-જ્ઞાનમાં સારુંય વિશ્વ આવી જાય.
જીવ-અજીવ, રૂપી-અરૂપી, શેય-જ્ઞાનના ત્રણ ભાગમાં વિશેષતા એ છે કે શેય અને જ્ઞાનમાં જેમ શેયનું સ્વરૂપ જાણવાનું હોય છે તેમ જ્ઞાનનું વાસ્તવિક સ્વરૂપ શું છે તે તેમાં ફલિત થાય છે તે જીવનું સ્વરૂપ જ્ઞાન છે. પરંતુ જ્ઞાનનું સાચું સ્વરૂપ શું? તે સ્વતંત્ર રીતે સમજીએ તો ખ્યાલ આવે. માટે સપ્તભંગિમાં પ્રથમ ત્રણ ભાંગા શેયના છે; તે બતાવી બીજા ચાર ભાંગા જ્ઞાનના બતાવ્યા. એનું રહસ્ય આ પ્રમાણે છે કે..
શેયના પ્રથમ ત્રણ ભાંગામાં સ્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ અતિરૂપ છે અને પાંચે અસ્તિકાય અનાદિ અનંત યુપદ અતિ ધરાવે છે. તેથી યુગુપદ અસ્તિનાસ્તિ ધર્મો ઘટી શકે છે. હવે ચોથો ભાગો જે અવકતવ્ય (અનિર્વચનીય)નો છે તેમાં વકતવ્ય એટલે વચનયોગ. વચનયોગ ભાષાવર્ગણાના પુદ્ગલોનો બને. પરંતુ જીવના ઉપયોગ વડે કરીને જ ભાષા વર્ગણાના પુદ્ગલો વચનયોગરૂપે પરિણમે છે. આમ વચનયોગના મૂળમાં જીવનો ઉપયોગ મુખ્ય છે. મન-વચન-કાયાના યોગ પુદ્ગલના પણ હોય. જીવને એટલા માટે તત્ત્વાર્થના પાંચમા અધ્યાયમાં “યોગ ઉપયોગી જીવેષ” જણાવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org