________________
વૈકાલિક આત્મવિજ્ઞાન
જ્ઞાની ભગવંતે આપણને સ્યાદ્વાદશૈલી આપી છે તે આપણા વિકલ્પોને સમતોલ રાખવા અને વિકલ્પોમાં ઊંચો સ્વરૂપરસ પાડવા માટે આપેલ છે. સ્યાદ્ એ આંધળાની અર્થાત્ છદ્મસ્થની લાકડી છે અથવા તો કહો કે દેખતા થવાનાં ચશ્માં છે.
૧૭૪
દર્શન, દર્શનને જુએ તે દર્શન છે જે સ્યાદ્વાદદર્શન છે. માત્ર બહારના દૃશ્યને જુએ તે દર્શન નથી.
ગાયને બધા ગાય તરીકે જુએ અને ઘોડાને ઘોડા તરીકે જુએ તે સૃષ્ટિ એવી દૃષ્ટિ છે એ દર્શન છે. પરંતુ ભરવાડ, ખેડૂત, બ્રાહ્મણ, ચમાર, કસાઈ, એ ગાયને પોતપોતાની દૃષ્ટિ અનુસાર જુએ છે તે દૃષ્ટિ એવી સૃષ્ટિ છે, જે દર્શનનું દર્શન છે.
સુખ યા દુઃખ કાલ્પનિક કે માનસિક છે. એ અધ્યસ્થ છે. જ્યારે સુખ-દુઃખનો ભોક્તા એનો અધિષ્ઠાતા છે. એટલે કે સત્તાધીશ છે. માટે જ દુઃખ પણ સુખરૂપ બનાવી શકાય છે એ જ સ્યાદ્વાદ દર્શન છે. સ્યાદ્વાદ કલા છે.
રાગ હોય ત્યાં અપેક્ષા હોય, રાગ હોય ત્યાં પરાધીનતા હોય. વીતરાગ કોઈના વિરોધી નથી. તેઓને કોઈની, કશાની, કશી અપેક્ષા નથી. મતિજ્ઞાનમાં મોહનીયના ભેદ ભળે એટલે જ્ઞાન વિકારી બને છે, સાવરણ બને છે, જેથી તે સીમિત રહે છે અને અપૂર્ણ હોય છે. મતિજ્ઞાન ઉપર જે આવરણ છે તે બંધન છે. એમાં પાછો આગ્રહ રાખવો અને સત્યબુદ્ધિ કરવી તે બોજો છે. મતિજ્ઞાનના વિકલ્પોમાં આપણે સ્યાદ્ લગાડીએ તો બંધન અને બોજા ઓછાં થતા જશે. સ્યાદ્ એટલે કંઈક જે અપૂર્ણ છે, સીમિત છે, અધૂરું છે તે ખોટું પણ હોઈ શકે, એમ સમજવું. માટે જ મતિજ્ઞાનમાં ‘તત્ત્વ કેવલીગમ્યમ્' કહીને મતિજ્ઞાનના ઉપયોગમાં કેવલી ભગવંતની અર્થાત્ પૂર્ણજ્ઞાનની અપેક્ષા રાખવી જોઈએ.
જ
પંચાસ્તિકાય એટલે કે પાંચે દ્રવ્યોનો સમૂહ જે વિશ્વ છે તે એક જ સમયે સર્વત્ર લોકાકાશમાં વિદ્યમાન છે. પાંચે અસ્તિકાય જેમ બધાં પ્રતિ સમય છે તેમ તે બધાં એકક્ષેત્રી છે. સપ્તભંગિથી એટલે કે અસ્તિ-નાસ્તિ ધર્મથી અને સ્યાદ્ કહીને પાંચે અસ્તિકાયની સમકાલીન વિદ્યમાનતાના સ્વીકાર સહિત તે પાંચેય અસ્તિકાયના પોતપોતાના ગુણ અને કાર્યની ભિન્નતાની પણ સ્વીકૃતિ છે.
સ્યાદ્વાદ અર્થાત્ સપ્તભંગિથી આપણે જેમ જગતને એટલે કે પાંચે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org