________________
સ્યાદ્વાર દર્શન
૧૭૩ વિશ્વમાં રહેલ ભિન્ન-ભિન્ન પદાર્થોના અસ્તિત્વ, ગુણ અને શક્તિનો તિરસ્કાર નહિ કરતાં સ્વીકાર કરવો તેનું જ નામ સ્યાદ્વાદ,
સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષા ન હોય ત્યાં સ્યાદ્વાદ હોવાનો. જ્યાં અત તત્ત્વ હોય છે, એટલે કે અંત ભાવ હોય છે, ત્યાં સ્યાદ્ નથી હોતું. જ્યાં દૈત તત્ત્વ દૈત ભાવ હોય છે ત્યાં સ્યાદ્વાદ હોય છે. બહુલતાએ જીવ અને પુદ્ગલમિશ્રિત કર્મજનિત અવસ્થામાં સ્યાદ્ રહેવાનું અને વિરુદ્ધ તત્ત્વ આવવાનું.
સ્યાદ્વાદ એટલે પૂર્ણ તત્ત્વની સાથે લઈને વિશ્વની બધી વ્યવસ્થા અને અવસ્થા તપાસવી.
શબ્દ ઝઘડા નહિ કરતા એના ભાવ-આશય-લક્ષ્યાર્થને વિચારી આત્મભાવ જાળવવા માટે જ સર્વજ્ઞ ભગવંતે સ્યાદવાદ દર્શન પ્રરૂપેલ છે.
મોક્ષ એકાત્ત છે, અંત સ્વરૂપ છે. જ્યારે મોક્ષમાર્ગની સાધના સ્યાદ્વાદ દષ્ટિએ અનેકાન્ત માર્ગ છે. તેથી જ મોક્ષલક્ષી સર્વધર્મને આર્ય ધર્મ કહ્યા છે, અને તેથી પૂર્વાવસ્થાની અપેક્ષાએ જૈનદર્શનમાં સિદ્ધના જે પંદર ભેદ ગણાવેલ છે એમાંનો એક ભેદ અન્ય લિગે (જૈન દર્શન સિવાયની દર્શન પદ્ધતિઓ) સિદ્ધ કહેલ છે.
છદ્મસ્થ જીવો જે જાણે છે તે ભેદ પાડીને ક્રમથી જાણે છે માટે સ્યાદવાદ અને સપ્તભંગિ છે.
પૂર્ણ તત્ત્વ બધે બધા વ્યવહારમાં હાજર રહે તે માટે થઈને સર્વજ્ઞ ભગવંતે સ્યાદ્વાર દર્શન પ્રરૂપેલ છે.
સ્યાદ્વાદ એટલે “તત્ત્વ કેવલિગમ્ય” સ્યાદ્વાદ એટલે સળંગ દૃષ્ટિ રાખીને જોવું, ખંડિત ન જોવું.
સ્યાથી ખોટા અહમ્ કાઢવાના છે. ન્યાયાધીશ નથી બનવાનું. અસ્યા એવા પરમાત્મ તત્ત્વને માથે અને સાથે રાખવાના છે, પરમાત્મ તત્ત્વનું શરણ સ્વીકારવાનું છે.
અરૂપી તત્ત્વમાં ગૂંચો (ગ્રંથિ) ન હોય. રૂપી પદાર્થમાં અને આપણા વિકલ્પોમાં ગૂંચો હોય છે-જે ગૂંચો સ્યાદ્વાદ શૈલીથી કાઢી નાખવાની છે અને વિકલ્પમાં ઊંચા સ્વરૂપરસ રેડવાના છે. સ્વાદૃષ્ટિથી દશ્ય પદાર્થ પ્રતિ શુભ વિકલ્પોનાં બંધન પણ તોડવાનાં છે. અશુભ વિકલ્પો તો બંધનયુક્ત રહેવાના જ છે, કે જેનાથી તો સાધકે પહેલેથી જ પર થવાનું હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org