________________
સ્યાદ્વાર દર્શન
૧૭૧ સ્યાદ્ એટલે “કંઈક-કચિત”. “કંઈક' એટલે સર્વરૂપ નહિ જે “કંઈક હોય તે “કંઈક જ કામ કરી શકે. સર્વ કામ નહિ કરી શકે.
સ્યાદ્ એટલે “સર્વથા નથી' એમ પણ નહિ અને હોવા છતાં તે પદાર્થ “સર્વ અર્થાતુ “બધું જ છે એમ પણ નહિ.
A Sentence in which there are words such as....If, But, perhaps, Yet, Only, Or, Also, Little, Less, Few,.....s 'SYAD'
પૂર્ણને સાથે રાખીને અપૂર્ણ તત્ત્વને સમજીશું તો બરાબર સમજાશે. નહિતર અપૂર્ણ તત્ત્વ પણ બરોબર સમજાશે નહિ અને એની અપૂર્ણતાનો પૂરો ખ્યાલ આવશે નહિ. પૂર્ણને સાથે અને સાથે રાખી અર્થાતુ પૂર્ણને નજર સમક્ષ રાખી તત્ત્વને સમજવું તેનું જ નામ સ્યાદ્વાદ.
પૂર્ણ તત્ત્વ એટલે કે પરમાત્મ તત્ત્વ. અર્થાત સિદ્ધ પરમાત્મા-સર્વજ્ઞ કેવલી ભગવંતો. એમને સન્મુખ રાખી સર્વ તત્ત્વો પૂર્ણ સાપેક્ષ સમજાવાય તો અનુપ્રેક્ષા બરોબર આવે.
સ્યાદ્ એટલે ક્રમ. અર્થાત્ ક્રમિક દર્શન, અપૂર્ણ દર્શન, અપૂર્ણ જ્ઞાન છે.અસ્યા એટલે અક્રમ. અર્થાત પૂર્ણદર્શન, પૂર્ણ જ્ઞાન, અક્રમિક દર્શન, એટલે કે કેવલદર્શન-કેવલજ્ઞાન જે સિદ્ધત્વ છે. સમગ્ર વિશ્વના સર્વક્ષેત્રના, સર્વ કાળના, સર્વ પદાર્થોનું તેના સર્વ ભાવ અર્થાત્ સર્વ ગુણ-પર્યાય સહિતનું સમયમાત્રમાં થતું દર્શન-જ્ઞાન તે કેવલદર્શન-કેવલજ્ઞાન છે. ચિતારા દારા ચિત્રિત થતા ચિત્ર અને અરીસા દ્વારા પ્રતિબિંબિત થતા ચિત્રમાં જેવો ફરક છે તેવો ફરક ક્રમિક દર્શન અર્થાત્ છાઘસ્થિક દર્શન અને અક્રમિકદર્શન-કેવલદર્શનમાં છે.
જ્યાં કંઈક, કથંચિત, કોઈક અપેક્ષા આવે ત્યાં સ્યાદ્ આવે. સ્યાદ્ એટલે કંઈક, કોઈક અપેક્ષાએ અને સર્વ નહિ, તેમજ સર્વ અપેક્ષાએ સર્વ નહિ એટલું જ નહિ પણ જે પૂર્ણ નથી, પરંતુ અપૂર્ણ અને અંશ છે તે સ્યાદ્ છે.
કેવલી તીર્થકર ભગવંત સ્વયં તો પૂર્ણ છે છતાં એમણે જે ધર્મ પ્રકાશ્યોપ્રરૂપ્યો અને સ્થાપ્યો છે, તે આપણે છદ્મસ્થસ્યાઅંશરૂપ હોવાથી આપણી અપેક્ષાએ સ્યાદ્વાદ ધર્મ સ્થાપ્યો છે.
સ્યાદ્વાદ એટલે કેવલી-પૂર્ણજ્ઞાની પરમેશ્વરની નિશ્રાએ વિધાન કરવાવાતો કરવી અને સ્વયંનો અહં ઓગાળવો. કેવલી ભગવંતની નિશ્રા રાખ્યા વિના વાતો કરવી તે એકાન્તવાદ છે. કેવલી ભગવંતની નિશ્રા રાખીને વાતો કરવી તે સ્યાદ્વાદ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org