________________
સૈકાલિક આત્મવિજ્ઞાન આમ સ્યાદ્વાર દર્શન એક સમયે એકથી અધિક દ્રવ્યના અસ્તિત્વનો અને એક જ દ્રવ્યમાં એકથી અધિક ગુણધર્મોનો સ્વીકાર કરે છે. ટૂંકમાં વિશ્વમાં એકથી અધિક દ્રવ્યોનું અસ્તિત્વ છે માટે સ્વાદું છે અને સ્યાદ્વાદ છે.
એકથી અધિક દ્રવ્ય છે, માટે દ્રવ્યની જાતિ છે અને પ્રત્યેક દ્રવ્યમાં ગુણ-દોષ છે. વળી ગુણમાં તરતમતા છે અને ગુણ સામે દોષ છે. એટલે કે સાપેક્ષતા છે જે સાપેક્ષવાદ છે. સાપેક્ષવાદ એ વેદાંતનો વિવર્તવાદ છે, જે જોવા-જાણવામાં આવે છે તે પૂર્ણ નથી કે પૂર્ણ સત્ય નથી, એ ભાસ રૂપ છે. સાપેક્ષવાદ એ વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈને સમજાવેલ Theory of Relativity છે. પરંતુ એ થિયરી ઓફ રીલેટીવીટી તો અપૂર્ણની, અપૂર્ણ સાથેની સરખામણી કે તુલના છે. ત્યાં પૂર્ણનું લક્ષ્ય કે પૂર્ણનું જ્ઞાન યા ભાન નથી. જ્યારે જૈનદર્શને સમજાવેલ સાપેક્ષવાદ એ અપૂર્ણની અપૂર્ણ સાથેની તુલના તો છે જ. પણ અપૂર્ણની અપૂર્ણતા સાપેક્ષતાનો તુલનાત્મક અભ્યાસપૂર્ણ એવાં નિરપેક્ષ તત્ત્વને અનુલક્ષીને કરવામાં આવેલ છે.
એટલું જ નહિ પણ દ્રવ્યમાં એકથી અધિક ગુણોનું અસ્તિત્વ હોવાને કારણે અનેકાન્તવાદ છે; જેમાં દ્રવ્યના સર્વ ગુણોને લક્ષ્યમાં રાખી તે દ્રવ્યનું સર્વાગી અવલોકન કરવામાં આવે છે.
There is existance of more than one substance in the cosmos, and the cosmos does not function by one substance alone Hence there is a theory of ‘syadvad.'
'Sapexvad' is more comparision of imperfect substance with perfect or imperfect substance.
*Anekantvad' is competent inspection in to of a complete perfect substance or incomplete imperfect substance taking into consideration all the qualities (virtues & vices) it possesses.
જૈનદર્શન એના સ્યાદ્વાદ દર્શનથી સમસ્ત વિશ્વને ઉભયરૂપ કહેવાનું અને જોવાનું જણાવે છે. ઉભયરૂપ એટલે, અસ્તિનાસ્તિ, એક-અનેક, રૂપીઅરૂપી, જીવ-અજીવ, ક્રમિક-અક્રમિક, સત્-અસતુ, નિત્ય-અનિત્ય, સાવરણનિરાવરણ, ભેદ-અભેદ, ઉપચરિત-અનુપચરિત, સાપેક્ષ-નિરપેક્ષ, સવિકલ્પકનિર્વિકલ્પક, સગુણ-નિર્ગુણ, સાકાર-નિરાકાર, વૈત-અદ્વૈત ઇત્યાદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org