________________
૧૪ સ્યાદવાદ દર્શન
પૂર્ણદર્શનની પ્રાપ્તિ અંગે સમ્યગ્દર્શન હોવું જરૂરી છે. એ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે અસ્યાદ્ એવા પૂર્ણ પરમાત્મા સર્વજ્ઞ તીર્થંકર ભગવંતોએ મુમુક્ષુ સાધકોને સ્યાદ્વાદદર્શનની અત્યંત મૂલ્યવાન બક્ષિસ આપી છે.
સ્યાદ્વાદદર્શન એટલે એકાંગી દર્શન નહિ પણ સર્વાંગી દર્શન, અથવા તો સ્યાદવાદદર્શન એટલે સર્વાંગ સંપૂર્ણ એવાં સર્વ તત્ત્વને અનુલક્ષીને અંશતત્ત્વ અર્થાત્ દેશતત્ત્વનું દર્શન.
એક હાથી અને સાત સુરદાસની હાથીદર્શન અંગેની વાત વિશ્વવિખ્યાત છે. એ વાત સ્યાદ્વાદદર્શનના સંદર્ભમાં જ કહેવાયેલ છે. સમગ્ર હાથીનું સર્વાંગ સંપૂર્ણ દર્શન કરવાને સક્ષમ નયનો જેને મળ્યાં છે, તેવી સમર્થ વ્યક્તિએ નયનહીન એવા સાત સુરદાસને સમગ્ર હાથી કેવો હોય તેનું શબ્દદર્શન કરાવ્યું. કે જે સાત સુરદાસોએ માત્ર સ્પર્શેન્દ્રિયના જ્ઞાનથી હાથીના જે જે અંગને સ્પર્શ કર્યો, તેવો હાથી પોતપોતાની દૃષ્ટિએ કલ્પી લીધો હતો.
એ જ પ્રમાણે સમગ્ર સંસાર અર્થાત્ બ્રહ્માંડના સર્વક્ષેત્રના, સર્વદ્રવ્યને તેમના સર્વ ભાવ એટલે કે ગુણપર્યાય સહિત દર્શન કરવા સમર્થ એવાં કેવલદર્શનકેવલજ્ઞાનના સ્વામી સર્વજ્ઞ તીર્થંકર પરમાત્મા ભગવંતોએ આપણા સહુ છદ્મસ્થ (અપૂર્ણ)નું દર્શન સમ્યગ્ બની રહે, તે માટે તથા રાગ-દ્વેષ ક્લેશ કલહથી દૂર સમભાવમાં-શાંત ભાવમાં પ્રવર્તીએ તે માટે થઈને જગતમાં અનુપમ અને અદ્વિતીય કહી શકાય એવાં મૌલિક સ્યાદ્વાદ દર્શનની ભેટ આપી કે જેના વડે અપૂર્ણ એવાં પણ આપણે તત્ત્વનું સમગ્રતયા દર્શન કરી શકીએ, અને કોઈ એક જ .બાજુનું અધૂરું-અધકચરું દર્શન કરી રાગ-દ્વેષ-ક્લેશ-કલહમાં ન સરકી પડીએ.
ત્રણે કાળમાં સ્યાદ્વાદ દર્શનની આવશ્યકતા છે. પરંતુ સાંપ્રત સમયમાં જ્યારે અનેક મતમતાંતરો અને વાદ પ્રવર્તે છે, અને જ્યારે સ્વમતનો આગ્રહ એટલે કે કદાગ્રહ વધારે છે, દૃષ્ટિ સંકુચિત થઈ ગઈ છે ને મન આળાં થઈ ગયાં છે, ત્યારે સ્યાદ્વાદ દર્શનની વિશેષ આવશ્યકતા અને અગત્યતા રહે છે.
સ્યાદ્ શબ્દનું પ્રયોજન કરવા દ્વારા આપણા સહુની અપૂર્ણતાનું ભાન કરાવેલ છે. આપણને સ્યાદ્ કહેવા દ્વારા ચોંકાવેલ છે કે આપણે છદ્મસ્થ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org