________________
ચાર નિપા પૂજા છે.
પરમાત્મા નામ સ્મરણ અર્થાત્ જાપ તથા પરમાત્મ ચરિત્ર કથા શ્રવણ એ વાચિક છે. જે નામનિક્ષેપા ને દ્રવ્યનિક્ષેપથી કરાતી પૂજા છે.
જ્યારે પરમાત્મભાવથી ભાવિત થવું તે પરમાત્માની માનસ પૂજા (મનથી થતી પૂજા) છે જે ભાવનિપાથી થતી પૂજા છે.
ભગવાનને તેમના નામ નિક્ષેપ-સ્થાપના નિક્ષેપા (મૂર્તિ)ના આલંબનથી એમના દ્રવ્યનિપા (ચરિત્ર) અને ભાવનિપા (ભગવાનના સાયિક ગુણો)ને અજપાજાપરૂપે આપણામાં સ્થિર કરવા જોઈએ તો ભગવાનની ચાર નિક્ષેપે સાચી પૂજા કરી કહેવાય.
નિક્ષેપા એ આલંબન છે. આલંબન ખરાબ નથી, પણ સ્વાવલંબન માટે તો આલંબનને સર્વસ્વ સમજીને અટકવું નહિ જોઈએ. પરમાત્માને પામવા માટે અર્થાત્ સ્વયં પરમાત્મા બનવા માટે અખંડ અને સરળ માર્ગ માણવો જોઈએ. ચૌદે ગુણસ્થાનક બરોબર જાણવા અને સમજવા તે અખંડ અને સરળ માર્ગ જાણવા બરોબર છે. તે જ પ્રમાણે સિદ્ધ પરમાત્માને તેમના સિદ્ધસ્વરૂપ અને સિદ્ધાવસ્થાને પૂરેપૂરા જાણવા-સમજવા તે સાધ્યને અર્થાત્ સ્વયંના પરમ વિશુદ્ધ સ્વરૂપને એટલે કે અખંડ તત્ત્વને જાણવા-સમજવા રૂપ છે.
મુકામ(મંઝિલ)ને જાણીએ, માર્ગને જાણીએ અને દઢતાથી જાણેલા માર્ગે આગળ વધીએ તો મુકામે પહોંચીએ, અન્યથા તે હવામાં બાચકા ભરવા જેવું કે આંધળુકિયાં કરવા જેવું થાય.
છતાંયે વિનય અને વિવેકયુક્ત ક્રિયા હોય, દેવ ગુરુધર્મ પ્રત્યે બહુમાન અને રૂચિ હોય તો વિશેષજ્ઞાન ન હોવા છતાંયે માર્ગ કે મુકામની ગતાગમ ન હોવા છતાંયે, માર્ગદર્શક ભોમિયા એવા જ્ઞાની દેવગુરુની આજ્ઞા અને આદેશાનુસાર આગળ શુક્લ પાક્ષિક જીવ છેવટમાં છેવટ એક પુદ્ગલ પરાવર્તકાળ સુધીમાં તો મોક્ષને પામે છે. એટલે કે મુકામે પહોંચે છે. જે જીવ તીવ્ર વૈરાગી કે મોક્ષની ઇચ્છાવાળો ન હોય પરંતુ ધર્મ તત્ત્વ એ જ સત્ય અને ઉપકારક છે અને તેનાથી જ આપણું ભલું થાય છે, એવા ભાવપૂર્વક જે કાંઈ પણ ઉપાસના, સાધના, અનુષ્ઠાન કરે છે તથા પોતાનામાં દુર્જનતા હોતી નથી એવા જીવો શુક્લ પાક્ષિક જીવો કહેવાય છે જે એક પુદ્ગલ પરાવર્તકાળમાં ભવસંસાર તરી જનારા હોય છે.) a
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org