________________
ચાર નિપા જવું અને મનથી મનને અમન કરવું તે ધ્યાનની સાધના છે.
જિન પડિમા જિન સારીખીની સાધનાથી મૂર્તિ દ્વારા આત્મા જે અમૂર્ત છે તેની મૂર્તિના માધ્યમ દ્વારા આપણે અનુભવ કરવાનો છે.
શબ્દ દ્વારા અશબ્દ (આત્મા)નો સ્વાદ લેવાનો છે, મૂર્તિ દ્વારા અમૂર્ત (આત્મા)નો સ્વાદ લેવાનો છે.
મૂર્તિ એ અમૂર્ત તત્ત્વની ખ્યાતિ માટે છે. શબ્દ એ અશબ્દ તત્ત્વ-પ્રશાંતત્ત્વની ખ્યાતિ માટે છે.
આત્મા એ અશબ્દ દેશ છે. નીરવ દેશ છે - એ જ્ઞાનીનો દેશ છે. અરૂપી-અમૂર્ત-અશબ્દ દેશ છે. કે જ્યાં પરમશાંતિ છે. અરૂપી એ જ અશબ્દ, અરૂપી એ જ પરમ શાંત તત્ત્વ છે.
જ્યાં અશબ્દ તત્ત્વ (મૌનાવસ્થા) છે, ત્યાં અમૂર્ત તત્ત્વમાં પ્રશાંતતત્ત્વમાંપ્રશાંતાવસ્થામાં પ્રવેશે છે.
આપણે જ્યારે અશબ્દ-અમૂર્ત-અરૂપી દેશમાં પ્રવેશ કરીશું ત્યારે જગતનો બાહ્ય કોલાહલ આપણને બાધક નહિ રહેશે. નિંદ્રામાં અશબ્દતા હોવાથી શાંતિ છે, જે અનુભવ ગમ્ય છે.
જ્યાં વિનાશ નથી, ત્યાં હાનિવૃદ્ધિને અવકાશ નથી, ત્યાં આત્માનું સમત્વ છે. જે એકાંત-મૌન-અસંગરૂપ છે.
જિન-આગમ ભગવાનનો અક્ષરદેહ છે. જે અશબ્દને ખ્યાતિ આપે છે. જ્યારે જિન-મૂર્તિ એ ભગવાનનો પાર્થિવ દેહ છે જે અમૂર્તને ખ્યાતિ આપે છે. જિનાગમ દ્વારા આત્માએ અશબ્દ બનવાનું છે અને જિનમૂર્તિ દ્વારા આત્માએ અમૂર્તતા પ્રાપ્ત કરવાની છે. આ છે મોક્ષમાર્ગની સાધના !
તીર્થંકર ભગવંતના શબ્દદેહ દ્વારા તીર્થંકર પરમાત્મા જે સ્વયં નિર્વિકલ્પનિર્વિચાર-અશબ્દ છે તેમને સંભારવાના છે અને તીર્થકર ભગવંતની મૂર્તિ દ્વારા સિદ્ધ થયેલ, અરૂપી-અમૂર્ત એવાં તીર્થકર ભગવંતના સિદ્ધ સ્વરૂપને સંભારવાનું છે.
ઉભય જિનાગમ-જિનમૂર્તિની સાધના દ્વારા જીવે નિર્વિકલ્પ-કેવલજ્ઞાનસર્વજ્ઞતા-અશબ્દ-અમૂર્ત-સિદ્ધત્વની પ્રાપ્તિ કરવાની છે.
જેમ પાષાણમાંથી ભગવાનની મૂર્તિ બનાવી શકાય છે, તેમ પરમાત્માભગવાન બનવાની સાચી કાચી ધાતુ તો તે સંસારી જીવ છે, જે સ્વયં પરમાત્મા બનવાથી અરૂપી-અમૂર્ત બની જશે. જ્યારે પાષાણની મૂર્તિ તો મૂર્ત જ રહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org