________________
૧૬૪
સૈકાલિક આત્મવિજ્ઞાન ભાવ સ્વરૂપ છે.
તુરીય ભેદ પડિવત્તી પૂજા, ઉપશમ ખીણ સયોગી રે, - ચહા પૂજા ઈમ ઉત્તરાધ્યયણે, ભાખી કેવલ ભોગી રે.
| સુવિધિનાથ જિન સ્તવન, આનંદધનજીકૃત. આપણા ઉપયોગમાં કેવલી ભગવંતને સ્થાપી, આપણા ઉપયોગથી કેવલજ્ઞાનની પૂજા કરવી જોઈએ. આપણા મતિજ્ઞાનના ઉપયોગને કેવલજ્ઞાનરૂપ ઉપયોગ બનાવવો જોઈએ.
આપણા ઉપયોગમાં કેવલજ્ઞાનનો અભેદવાર છે. એ પરમાત્માની સાચી મૂર્તિ છે, જે આપણા મનમંદિરમાં બીરાજે છે-આપણા ઉપયોગમાં બીરાજે છે. જીવનો ઉપયોગ કેવલજ્ઞાનરૂપ બને અર્થાત જીવ શીવ બને તે આત્યંતિક પરમાત્માની પૂજા છે. સ્વયંનો ઉપયોગ (અંતઃકરણ) કેવલજ્ઞાન બની શકે છે. પરમાત્મા બની શકે છે.
પોતાના મનમાં, હૃદયમાં, પરમાત્માની સ્થાપના કરીને પોતાના મનને પૂજાની સામગ્રી બનાવીને પરમાત્માની પૂજા કરવી તે ભાવપૂજા છે.
બહારના મંદિર-મૂર્તિ-આગમ એ પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને નિર્વિકલ્પ-વીતરાગ-સર્વજ્ઞ (કેવલજ્ઞાનરૂ૫) બનાવવા માટેના પ્રતીક છે. દ્રવ્ય સાધનથી આમ ભાવ સાધન દ્વારા ઉપયોગને વીતરાગ-નિર્વિકલ્પ બનાવવાનો છે.
અમૂર્ત-અરૂપી પરમાત્માને ઉપયોગથી મનોયોગ દ્વારા ચિંતવવાથી સ્વરૂપની, સ્વરૂપથી ભાવપૂજા કરવાની છે અને તેમ કરવા દ્વારા પરમાત્મતત્ત્વની સાથે અભેદ થવાનું છે.
પરમાત્માનું નિર્વિકલ્પ સ્વરૂપ છે. તેની સાથે આપણે મનથી અને ઉપયોગથી એકાકાર એકાગ્ર થવાનું છે, અને અંતે તદાકાર અર્થાત તદ્દરૂપ થવાનું છે જે ભાવપૂજા છે.
પોતાની શક્તિ હોવાથી શક્તિ અનુસાર અને ગૃહસ્થ ધર્માનુસાર જે પરિગ્રહી હોય તેમણે હંમેશા દાન આપવું જોઈએ અને દ્રવ્યપૂજા વિનય ઉપચારરૂપ કરવાની હોય છે અને પછી એનાથી આગળ વધીને ભાવપૂજા કરવાની છે.
અમૂર્ત પરમાત્મતત્ત્વની સ્થાપના મૂર્ત એવી મૂર્તિ કરીને આપણા ચહ્યુ જે મૂર્ત છે તેના ત્રાટક દ્વારા પરમાત્માની મૂર્તિમાં તેને સ્થિર કરીને તે ધ્યાન ઉપર મનથી આપણો તે ઉપયોગને જોવા માંડવું. જેથી મૂર્ત (ચ), મૂર્ત (પરમાત્મમૂર્તિ) દ્વારા વિલય થશે અને અમૂર્ત આપણો ઉપયોગ અમૂર્ત આત્મામાં મળી જશે, ભળી જશે, લીન થઈ જશે, સ્થિર થઈ જશે, ઇન્દ્રિયો દ્વારા મનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org