________________
ત્રૈકાલિક આત્મવિશાન આશ્રિતભાવમાં હોય ત્યાં સુધી આત્મા દ્રવ્યાત્મા કહેવાય. જે ક્યાં તો અંતરાત્મા હોય કે ક્યાં તો બહિરાત્મા હોય. જ્યારે આત્મા એના શુદ્ધ ભાવ સ્વરૂપે અપરિચ્છિન્ન છે. આત્મા પૂર્ણભાવમાં આવે તો ભાવાત્મા એટલે કે પરમાત્મા કહેવાય. આત્માના શુદ્ધ ભાવમાં સાપેક્ષપણે પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ નથી. તેથી આત્મા એના શુદ્ધ સ્વરૂપે નિરપેક્ષ કહેવાય છે. ભાવ આશ્રિત ભાવમાં આવીએ અને રહીએ તો તે સમયે દેહભાન ભુલાઈ જાય અને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ પણ ભુલાઈ જાય. ભાવ આશ્રિત ભાવ જીવે સ્વતંત્ર એટલે કે પૂર્વસાધન અને સાધનાના ફળ રૂપે કરવાના છે જેનાથી ઘાતીકર્મનો સર્વથા નાશ થઈ શકે છે.
દર
આત્મા ચૈતન્ય સ્વરૂપ હોઈ ભાવસ્વરૂપ પ્રધાન છે. બાકીના દ્રવ્યો અજીવજડ હોવાથી તે સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ પ્રધાન છે કેમ કે ત્યાં ભાવ-રસ-લાગણીનો પ્રશ્ન, તે પદાર્થો જડ હોઈ, ઉદ્ભવતો નથી. આત્મા જ કેવળ ચૈતન્ય સ્વરૂપ હોઈ ભાવસ્વરૂપ પ્રધાન છે.
આત્માનો શાનગુણ-આત્માની જ્ઞાનશક્તિ દેશપ્રધાન નથી. કારણ કે આત્મા એના પૂર્ણજ્ઞાન કેવલજ્ઞાનમાં એક સમયે સર્વકાળના સર્વક્ષેત્રના સર્વદ્રવ્યો તેના સર્વપર્યાય સાથે જુએ છે, જાણે છે બલકે જોવાય છે દેખાય છે અને જણાય છે. જોવાય જવું પડતું નથી. (Not going to see or know but come to see-come to know) એનું જ નામ દ્રવ્યાતીત-ક્ષેત્રાતીત-કાળાતીત! કોઈ વસ્તુમાં કાંઈક જોવું અને કાંઈક હોવું તેનું નામ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-પરિચ્છિન્ન ભાવ કારણ કે તે દેશવિભાગ છે-દેશ તત્ત્વ છે.
પરમાત્માનું ભાવ સ્વરૂપ પૂર્ણ છે. એવાં એ પૂર્ણ સર્વજ્ઞ ભગવંતનું પૂજન તે તેમનું ભાવનિક્ષેપાથી પૂજન છે.
ખાદ્ય પદાર્થને આરોગવા એ ક્રિયા છે. આરોગેલા ખાદ્ય પદાર્થો જો અંદરમાં ભૂખ હશે એટલે કે જઠરાગ્નિ પ્રદિપ્ત હશે, અને જીભમાં અમી હશે તો સાત ધાતુમાં પરિણમશે. એટલે અન્ન શરીર સાથે એકરૂપ થશે. તે જ પ્રમાણે ધર્મક્રિયા કરતાં કરતાં પરમાત્મપૂજા કરતાં કરતાં આત્મા પરમાત્માથી અભેદ થઈ શકશે. એ ભલવા જેવું નથી, કે સંસાર અને મોક્ષ આપણા ભાવ અને રસ ઉપર આધારિત છે.
નામ સ્થાપના-દ્રવ્યથી પરમાત્માને પૂજવા તે પ્રેમલક્ષણા ભક્તિ છે, જ્યારે ભાવ સ્વરૂપે પરમાત્માને ભાવવાભજવા તે જ્ઞાનલક્ષણા ભક્તિ છે. ઈન્દ્રિયો (ચક્ષુ-કાન-જીહવા) દ્વારા પરમાત્માના ત્રણ નિક્ષેપા ગ્રહણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org