________________
ચાર નિક્ષેપો ય મમળાવવું (ગમે) ભાવે અને અન્ય પદાર્થમાં ભળતા તે પદાર્થને મીઠાશ બક્ષે છે. અથવા તો કહો કે ભાવ સાકર જેવો મિષ્ટ લાગે છે જે અન્ય પદાર્થ સાથે ભળીને તેનેય મીઠો બનાવે છે.
દ્રવ્ય ભાવાત્મક છે. એટલે કે આત્મા પોતે ભાવપ્રધાન છે. માટે આત્મા પોતાપણું અર્થાત્ ભાવ આત્માની ક્રિયામાં અધ્યાત્મ ક્રિયામાં ભેળવે તો પોતાપણાને પામે અર્થાત્ પરમાત્માતત્ત્વ જે પોતામાં જ સત્તાગત પડેલ છે તેનું પ્રાગટીકરણ આવિષ્કાર કરી શકે છે.
જગતમાં જે સૌંદર્ય છે તે આત્માનું છે. આત્માની દૃષ્ટિ (ભાવ)નું છે. દશ્યનું નથી. માટે જ તો કહ્યું છે કે " પિંડે સો બ્રહ્માંડે !"
જે કોઈ ભણે એ જાણે. પરંતુ ભણે એટલે જીવ આગળ વધ્યો એમ ન મનાય. જીવની જેટલી ભાવશુદ્ધિ વધે તેટલો જીવ સુધરે અને જીવ સુધર્યો તેટલો આગળ વધ્યો. વિકસિત થયો લેખાય. બુદ્ધિનો વધારો શક્તિ છે. બુદ્ધિમાં સુધારો એસબુદ્ધિ છે. આધ્યાત્મિક ક્ષેત્રે સબુદ્ધિની કિંમત છે. ધર્મજીવની ભાવશુદ્ધિ વધારી આપે છે. પુણ્યવૃદ્ધિ કરી આપનાર ધર્મ કરતાં ભાવશુદ્ધિ કરી આપનાર ધર્મ ચઢિયાતો છે.
"ભણ્યો પણ ગણ્યો નહિ એ કહેણી આ સંદર્ભમાં જ છે.
માત્ર કાયયોગની ક્રિયાથી મોહનો નાશ કદી થતો નથી. ક્રિયા મોહને દબાવી દઈ શકે છે એટલું જ. મોહનો સર્વથા નાશ તો આત્માના જ્ઞાનદર્શન ઉપયોગથી સતના પરમાત્માના બળથી અને ભાવથી થઈ શકે છે. કાયા સ્કૂલ છે અને તેનું ક્ષેત્ર મર્યાદિત છે. મન સૂક્ષ્મ છે અને તેનું ક્ષેત્ર વિશાળ વ્યાપક અને અમર્યાદિત છે. ક્રિયાની મર્યાદા છે. જ્યારે ભાવ વ્યાપક છે.
ભાવ આશ્રિત ભાવ આવે તે શ્રેષ્ઠ સાધના છે. દ્રવ્ય આશ્રિત, ક્ષેત્ર આશ્રિત, કાળ આશ્રિત ભાવ તો જ સફળ બને જો ભાવ આશ્રિત ભાવ આવે. તેમ ન થાય તો તે માત્ર યોગ (કાયિક) ક્રિયા બની રહેશે. ઉપયોગક્રિયા (આંતરક્રિયા) નહિ બને. ક્રિયા ભાવ લાવી આપે પણ ક્રિયા ભાવનું કામ નહિ કરી આપે. ભાવ જ ભાવનું કામ કરી આપે.
જાગવાનું શેમાં છે? ચેતને ચેતનામાં જાગવાનું છે. ચેતને કાંઈ જડમાં જાગવાનું નથી. પુદ્ગલ (ભૌતિકપદાર્થ)માં રમણભમણ કરવાનું નથી. ચેતને તો ચેતનને જોવાનો અને જાણવાનો છે. એટલું જ નહિ પણ ચેતને તો ચેતનમાં ભળી જવાનું-વિલિન થઈ જવાનું છે.
દ્રવ્ય-ક્ષેત્ર-કાળ એ તો પરિચ્છિન્ન (પરિવર્તનશીલ) વસ્તુ છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org