________________
ચાર નિક્ષેપો
૧૫૯
શીલ-તપ અને ભાવ છે, જે ત્યાગધર્મથી સ્વરૂપ અર્થાત્ સ્વભાવને પ્રાપ્ત કરી શકાય છે. સાધકે દાન-શીલ-તપ ભાવની ત્યાગરૂપ સાધના કરવાની છે અને પવિત્ર સંયમી જીવન જીવવાનું છે. એમાં ભાવ એટલે મન-ઇચ્છાનો ત્યાગ અને પરમભાવરૂપ પરમાતત્ત્વની પ્રાપ્તિની સાધના, નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ એ ચાર નિક્ષેપાથી કરવાની છે, અને સ્વયંના પૂર્ણભાવને-પરમભાવ અર્થાત્ સ્વભાવને પ્રાપ્ત કરવાનો છે. વાસ્તવિક તો તે પ્રાપ્તની પ્રાપ્તિ છે. માટે તેને સ્વભાવનું પ્રાગટીકરણ કહેવું યથાર્થ ઠરશે.
સાધકે પોતે પોતાના નામ-સ્થાપનાન્દ્રવ્ય અને ભાવ નિક્ષેપાને છોડી દઈ એના બદલામાં પરમાત્માના નામ-સ્થાપના દ્રવ્ય અને ભાવ નિક્ષેપામાં રત (નિમગ્ન) રહેવાથી સંસારભાવ-મોહભાવ ઘટતો જાય છે. એના પરિણામે શુભભાવમાં વૃદ્ધિ થાય છે. નિર્મળતા આવે છે અને તે સ્વભાવમાં સ્થિરતા લાવે છે.
કર્મના ગમે એવાં કપરાં વિપાકોદયમાં પરમાત્માના નામ-સ્થાપના-દ્રવ્યભાવ નિક્ષેપા ભાવવાથી દુઃખ, દુઃખરૂપ લાગતું નથી અને પરમભાવમાંઆનંદમાં-સમાધિમાં રહેવાય છે. એનાથી દુર્ભાવ, દુર્ધ્યાન, મોહભાવ દૂર થાય છે અને સમતા-સમાધિ તથા શાંતિ અનુભવાય છે. ભાવતત્ત્વ દ્રવ્ય ક્ષેત્ર કાળથી સંકળાયેલ, લેપાયેલ અને ઘેરાયેલ જરૂર છે, પરંતુ તે કાંઈ દ્રવ્ય ક્ષેત્ર-કાળથી બંધાયેલ કે જકડાયેલ તો નથી જ. પરિષહ અને ઉપસર્ગ જેવાં દુઃખદ કાળમાં ય ભાવથી પૂર્ણતા પ્રાપ્ત કરી શકાય છે. જેનાં દૃષ્ટાંતો તીર્થંકર ભગવંતોના ચરિત્રકથનમાં તથા અન્ય દૃઢપ્રહારી, ઢંઢણમુનિ, બંધકમુનિ, મેતારજમુનિ, અર્ણિકમુનિ, ગજસુકુમાર આદિ મહાત્માઓના સંબંધમાં જોવામાં આવે છે.
વિશ્વના ભાવોમાં જે પરિવર્તન થાય છે તેવું પોતાના ભાવમાં જીવે સાધકે પરિવર્તન નથી કરવાનું. આત્મા સ્વરૂપથી અપરિવર્તનશીલ છે. પરિવર્તિત ભાવોની સામે સાક્ષી બની રહેવાનું છે પણ એમાં ભળવાનું નથી.
ભાવ નિક્ષેપાથી સમજવું તે ધર્મનો મર્મ છે. નામ સ્થાપના-દ્રવ્ય-નિક્ષેપા પણ ભાવનિક્ષેપાને અર્થાત્ ભાવને પામવા માટે જ કરવાના છે. ધર્મની સ્થાપના અને સંચાલન, ક્રિયા તેમજ અનુષ્ઠાન વિના થાય નહિ એ હકીકત છે. પરંતુ ધર્મની પ્રાપ્તિ ભાવ વિના થતી નથી એ પણ સત્ય છે.
દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org