________________
૧૫૮
વૈકાલિક આત્મવિજ્ઞાન
છે. છતાં ઉભય અન્યોન્યના પૂરક છે. ક્રિયા દેશતત્ત્વ છે. ભાવ સર્વતત્ત્વ છે. ક્રિયા ત્રિકાલ એક સરખી હોતી નથી. ભાવ ત્રિકાલ એક સરખાં હોય શકે છે. આત્માનો ભંડાર ખોલવા માટે ધર્મ કરવાનો છે. ક્રિયા ગણવા માટે ધર્મ કરવાનો નથી.
આંખથી ચર્મચક્ષુથી દૃશ્ય પ્રભુપ્રતિમાના દર્શનની સાધના ત્રાટક કરીને આંખ બંધ કરીને દૃષ્ટાએ સ્વયં પોતાના ભાવમાં અભેદ થવાનું હોય છે. મૂર્તની પૂજા કરી પોતાના અમૂર્ત સ્વરૂપથી પોતે અભેદ થવાનું છે. અરૂપીના રૂપને મૂર્તિમાં નિહાળી- પૂજી સ્વયં અમૂર્ત - અરૂપી થવાનું છે.
જેનું જ્ઞાન તેનો આત્મા ! અને જેવું ધ્યાન તેવો આત્મા ! માટે જ પ્રભુદર્શન-પ્રભુપૂજા અને પ્રભુભક્તિનું મહાત્મ્ય છે.
તે જ પ્રમાણે વાચ્ય-જાપ્ય-ભાષ્ય એવાં પરમાત્માના નામ-જાપથી સ્વયં સ્વરૂપના ભાવમાં લીન થવાનું છે. અનામી બનવાનું છે. દ્રવ્ય નિક્ષેપાથી પરમાત્માના ચરિત્ર કથન સાંભળીને પોતાના દ્રવ્યને વિશુદ્ધ કરવા રૂપ પોતાના ભાવોને નિર્મળ કરવાના છે.
નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ એ ચારેય નિક્ષેપા અંતે જમા તો થાય છે ભાવમાં જ, કેમ કે ભાવનિક્ષેપો એ કાર્ય છે અને નામ-સ્થાપના-દ્રવ્ય નિક્ષેપા કારણ છે.. ભાવ નિરપેક્ષ બાકીના નામ-સ્થાપના-દ્રવ્ય નિક્ષેપા આદરીશું તો સંઘર્ષ રહેશે અને તે ત્રણ સાધન હોતે છતે સાધ્ય સાધન બની રહેશે, જેથી સાધનમાં જ અટવાતા રહીશું. નામ સ્થાપના-દ્રવ્ય નિક્ષેપા દ્વારા ભાવને સાધીશું તો તે ત્રણેય નિક્ષેપા પ્રમાણ ઠરશે.
વીતરાગતા આવે તો અને આવે ત્યારે જ પરમાત્મા બનાય. માટે જે જે સાધન સાધનામાં અપનાવીએ તે દ્વારા વીતરાગતા આવવી જોઈએ. તો જ તે અપનાવેલ સાધન સાચા અને સાધના સાચી.
પુણ્ય-પાપ કર્મનો બંધ કે ઉભય પુણ્ય-પાપકર્મની નિર્જરા જીવના પોતાના આશય-લક્ષ્ય-ઉદેશ અને ભાવ ઉપર અવલંબે છે. એ બંધ યા નિર્જરાને સામી પ્રતિપક્ષી વ્યક્તિના ભાવ સાથે કોઈ સંબંધ કે લેવા-દેવા નથી.
સાધનાના બે પ્રકાર છે.
(અ) પરમાત્માની ભક્તિ
(બ) ત્યાગ
પરમાત્માની સાધના, ભક્તિ-ઉપાસના-જેની આપણે ચર્ચા કરી રહ્યાં છીએ તે ચાર નિક્ષેપાથી બતાડેલ છે. જ્યારે સાધનાનો બીજો પ્રકાર દાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org