________________
૧૫૬
સૈકાલિક આત્મવિજ્ઞાન ભાવનિક્ષેપો -
જે નામથી, સ્થાપનાથી અને દ્રવ્યથી પ્રાપ્ત છે તેની પ્રત્યક્ષ ભાવ સ્વરૂપ પ્રાપ્તિ તે ભાવનિક્ષેપો છે. વર્તમાન ચોવિસીના ચરમ તીર્થપતિ મહાવીર સ્વામી ભગવંતનો અથવા તો વર્તમાને વિહરમાન મહાવિદેહ ક્ષેત્ર સ્થિત શ્રી સીમંધર સ્વામી પ્રભુનો, તેમના કાળમાં અને તેમના ક્ષેત્રમાં જે જે વ્યક્તિને સંયોગ થયો તે તે વ્યક્તિને મહાવીર પ્રભુના કાળમાં મહાવીર પ્રભુનો સાક્ષાત યોગ હતો, અને વર્તમાનમાં મહાવિદેહ ક્ષેત્રની વ્યક્તિને સીમંધર સ્વામીનો સાક્ષાત યોગ છે, તેવાં પ્રત્યક્ષ પ્રાપ્ત પ્રભુની સન્મુખ રહી તેમનું જે કાંઈ અભિવાદન, નમન, વંદન, સત્કાર, સન્માન, બહુમાન, દર્શન, પૂજન, સેવા, વૈયાવચ્ચ ઇત્યાદિથી જે કાંઈ ભક્તિ કરાય તે પ્રભુની વાસ્તવિક ભાવનિક્ષેપોથી પૂજા છે.
પ્રભુના પ્રત્યક્ષ સંયોગના અભાવમાં એમનું નામ સ્મરણ કરીએ છીએ. એમની પ્રતિમાના દર્શન, વંદન, પૂજન કરીએ છીએ, એમની ચરિત્રકથાનું શ્રવણ કરી એમની ગુણગંગામાં સ્નાન કરીએ છીએ તે નામ સ્થાપના અને દ્રવ્ય નિપાનું પૂજન છે. જ્યારે કર્મક્ષયે પ્રગટ થતાં પ્રભુના ક્ષાયિકગુણો તથા તે ગુણ પ્રમાણેના કાર્યનું સ્તવન, ચિંતન, શોધન, મનન, મંથન, ભાવન કરવું અને તેવા ગુણોનું ઉત્તરોત્તર સ્વમાં પ્રાગટીકરણ કરવું તે તેમનું ભાવનિપાથી થતું સર્વોત્કૃષ્ટ પૂજન છે, કે જે પૂજન માટે જ નામનિપા સ્થાપનાનિપા અને દ્રવ્યનિપાથી પૂજન કરવાનું હોય છે. ભાવનિક્ષેપો એ મનઃ ચક્ષુ દર્શન અર્થાત્ અચક્ષુ દર્શન છે. ચર્મચક્ષુ શું જુએ છે એનું મહત્વ નથી પરંતુ મનચક્ષુ શું જુએ છે તેનું મહત્ત્વ છે, અને તેની સાથે જ પ્રધાન સંબંધ છે. મન ચક્ષના હૃદયચક્ષુના દર્શન પ્રમાણે જીવને રાગ-દ્વેષ થાય છે.
આપણું જ્ઞાન અરૂપી છે અને પરમાત્મતત્ત્વ પણ અરૂપી છે. અરૂપી એવાં આપણા જ્ઞાનથી, અરૂપી એવાં પરમાત્મ તત્ત્વની પરમપૂજા અત્યંતર અંત:કરણ અર્થાત્ મનોયોગથી કરી કૃતકૃતાર્થ થવાનું છે. તેમ ન કરી શકીએ ત્યાં સુધી તેવું કરી શકવા શક્તિમાન થવા માટે બાહ્યમાં ભગવાનની મૂર્તિ પ્રભુજીની પ્રતિમાની પૂજા વિનયથી, ઉપચારથી, સત્કાર સન્માન સહ સદ્ભાવપૂર્વક અવિરત ગતિએ ચાલુ રાખવાની છે.
પોતાના આત્માથી પરમાત્માનું સ્મરણ રટણ કરવું જોઈએ. જિદ્વાથી, વચનથી, હાથથી, માળાથી, મંત્રથી, મનથી, ધારણાથી, બહારના સાધન દ્વારા પરમાત્મ નામ સ્મરણ રટણ કરતાં કરતાં ઉપર ઊઠી, ઉપલી ભૂમિકાએ આત્મા જો આત્માથી અંત:કરણથી પરમાત્માનું સ્મરણ-રટણ કરવા લાગે તો તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org