________________
૧૫૫
ચાર નિક્ષેપો દ્રવ્યનિક્ષેપો અને તે ચરિત્રનાયકની ચરિત્રકથાનું શ્રવણ, વાંચન, મનન તે તેમની દ્રવ્યનિપાથી થતી પૂજા છે. પર્યુષણ પર્વ દરમિયાન કલ્પસૂત્રનું થતું વાંચન એ દ્રવ્યનિક્ષેપથી થતું પ્રભુપૂજન છે.
દ્રવ્યનિક્ષેપો જેનો છે તે કેન્દ્ર છે અને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવ એ શાખા (Branches) છે. નામ-સ્થાપના-દ્રવ્ય અને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ એ ત્રિક સાધન છે, જ્યારે સાધ્ય ભાવ છે.
પૂજ્ય પ્રતિના પૂજ્યભાવ લાવવામાં, જાળવવામાં અને વૃદ્ધિ કરવામાં તે પૂજ્યની ચરિત્રકથા મહત્ત્વનો અને અગત્યનો ભાગ ભજવે છે. કથા શ્રવણથી ચરિત્ર નાયક પ્રતિ અહોભાવ, પૂજ્યભાવ સહજ થઈ જાય છે. નિત્ય એમના ગુણગાન ગાતાં થઈએ છીએ અને તેવાં ગુણ પંડમાં સ્વમાં વિકસાવતા જઈએ છીએ.
ચક્ષુનું દર્શન બુદ્ધિ માટે છે અને બુદ્ધિથી કરેલું દર્શન હૃદય માટે છે. આંખ જે જડ એવા રૂપી પુદ્ગલની બનેલ છે, તેનાથી જડ અને રૂપી એવાં પુગલદ્રવ્યના જ દર્શન કરી શકાય છે. જ્યારે બુદ્ધિના ઉહાપોહથી ચૈતન્ય દર્શન અર્થાત્ પરમ ચૈતન્ય એવાં સર્વજ્ઞ વીતરાગ પરમાત્મ ભગવંતના દર્શન થાય છે.
આ રીતે કથા વાચન દ્વારા મૂળ સર્વસ્વ હૃદયમાં વસી જાય એટલે પરમાત્મા હૃદયમાં બિરાજમાન થઈ જાય છે. આ પ્રકારે હૃદયમાં પરમાત્માની સ્થાપના કરીએ તો પરમાત્મા હૃદયમાંથી જાય નહિ. એ પૂજ્યનો અજપાજાપ થયા કરે. કાન્તાનું મન કાન્ત-કંથને જ કેન્દ્રમાં રાખી પ્રત્યેક કાર્ય કર્યા કરે એવી મનઃ સ્થિતિનું નિર્માણ થાય છે !
બુદ્ધિનું કામ તર્ક અને હેતુથી જોવું તે છે. ચક્ષુથી કરેલું દર્શન, બુદ્ધિથી ચકાસી વિવેક કરી હૃદય સુધી પહોંચાડવાનું છે.
અધ્યાત્મમાં જે કોઈ વાતો આવે, સૂત્રો આવે, તે સઘળાં ભગવાનના ખાતે જમા કરવા જોઈએ. પરમાત્મ તત્ત્વમાં પરમાત્મતત્ત્વનું મૂલ્યાંકન છે. પરમાત્મતત્વને બાદ રાખી કથા-સૂત્રાદિ યથાર્થ સમજી શકાશે નહિ. એ યાદ રાખવું જરૂરી છે કે પૂજ્યનું મહાભ્ય હોય અને નહિ કે પૂજકનું ! અધિષ્ઠાનનું મહાભ્ય હોય અને નહિ કે અધ્યસ્થનું ! પાર્શ્વનાથ પ્રભુનું મહાત્મ હોય, અને નહિ કે ધરણેન્દ્ર પદમાવતીનું, ધરણેન્દ્ર-પદમાવતી જે કાંઈ છે તે સ્વભાવ તત્વ એવાં પાર્શ્વનાથ પ્રભુ પરમાત્મતત્વનો પ્રભાવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org