________________
૧૫૪
વૈકાલિક આત્મવિજ્ઞાન કલ્પના ચિત્રણ કરીને ચિત્ર ઉપસાવવા મથીએ છીએ. પરંતુ ફરી ફરી એક સરખું એવું જ ચિત્ર ઉપસતું નથી અને તેથી એકાગ્રતા સ્થિરતા આવતી નથી. જ્યારે ત્રાટક ક૨વા પૂર્વક મૂર્તિના દર્શન કરવા વડે માનસ પટ ઉપર જે ચિત્ર ઉપસે છે તે ચિત્ર માનસપટ-મનમાં-ચિત્તમાં સ્મૃતિમાં કંડારાઈ જાય . છે. એ સ્થિરતા અને એકાગ્રતા લાવવામાં અદભૂત સહાયક છે.
મૂર્તિ એ સાધન-આલંબન ઉપચાર છે. એ સ્થાપના નિક્ષેપો છે. નિરાલંબનઅનુપચરિત અમૂર્ત તત્ત્વ તો પરમાત્મતત્ત્વ છે. જેનું શોધન પરમાત્માની પ્રતિમા દ્વારા થવું જોઈએ. મૂર્તિનું મૂલ્ય એટલાં માટે છે કે જીવને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ આશ્રિત ભાવ આવે છે, ભગવાનની પરમાત્માની મૂર્તિ દ્વારા જે પુણ્યબંધ થાય છે, તેનાથી પરમાત્મા બીરાજમાન હોય તેવાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ જીવને પ્રાપ્ત થાય છે.
અરૂપીમાં વાસ કરી શકાય છે. આકાશમાં અવગાહના લેવારૂપ-અરૂપી એવાં આકાશમાં વાસ કરીએ છીએ. અરૂપી એવા પરમાત્માતત્ત્વનું જ્ઞાન કરી શકાય છે. પરંતુ અરૂપી એવાં પરમાત્મતત્ત્વનું વેદન સ્વયં પરમાત્મા બન્યા સિવાય થઈ શકતું નથી. ઇન્દ્રિયો દ્વારા ભોગ પુદ્ગલદ્રવ્ય જે રૂપી છે તેનો જ થાય છે. કારણ ઇન્દ્રિયો રૂપી એવાં પુદ્ગલની બનેલી છે, રૂપીનું બધું જ રૂપી હોય.
ભગવંતની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરીને એમાં પ્રદેશોની સ્થિરતાના ભાવ સમજવાના છે. અને તે પ્રતિમાનો આકાર તેવો ને તેવો જ રહે છે. તેમાં અવિનાશી પર્યાયના ભાવ સમજવાના છે. આમ સિદ્ધ પરમાત્માના અરૂપીપણાની જે વ્યાખ્યા છે કે " પ્રદેશ સ્થિરત્વ અને પર્યાય અવિનાશી" એની સ્થાપના પ્રભુ પ્રતિમામાં ભાવવાની છે. જિન પ્રતિમા જિન સારીખીની ભાવના આ સંદર્ભમાં ભાવવાની છે.
ભગવાનની મૂર્તિ (જડ) ને ચૈતન્ય માનીશું તો તરી જઈશું જ્યારે દેહ (ચેતન) ને ચૈતન્ય માનીશું તો ડૂબી જઈશું. દ્રવ્ય નિક્ષેપો :
જે અનામીનું નામ લઈ નામ નિક્ષેપાથી પૂજા કરવાનું ઠરાવ્યું અને જે અરૂપીનું રૂપ મૂર્તિમાં નિહાળી સ્થાપના નિક્ષેપાથી પૂજા કરવાનો નિશ્ચય કર્યો તે દ્રવ્ય શું છે? તેનું નામ શા માટે લેવાનું ? અને તેના દર્શન શા માટે કરવાના ? એના જવાબમાં તે દ્રવ્યનું અર્થાત્ તે વ્યક્તિનું જીવન અને કવન આવે છે. પૂજ્યના જીવનની જીવનકથા-ચરિત્રકથા તે જ તે પૂજ્યનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org