________________
૧eo
સૈકાલિક આત્મવિજ્ઞાન દાન-શીલ-તપ-ભાવ • ધર્મ-અર્થ-કામ-મોક્ષ-(ભાવ) • જાગૃત-સ્વપ્ન-નિંદ્રા-તુર્યાવસ્થા (ભાવ)
આ પાંચે ચતુષ્કોમાં ભાવ આવે છે. સર્વ કાંઈ સાધના ભાવપૂર્વક કરી અંતે સ્વરૂપમાં અર્થાત્ સ્વભાવમાં સ્થિર થવાનું છે.
નામ ભગવાનનું લઈએ તો ભાવપૂર્વક લઈએ. સ્થાપના પ્રાણ પ્રતિષ્ઠા અંજનશલાકા ભગવંતની કરીએ તો ભાવપૂર્વક કરીએ. અગર આરાધના ભગવંતના સ્થાપના નિક્ષેપાની કરીએ તો તેમાં ભાવવિભોર થઈ જઈએ, દ્રવ્ય તીર્થકરને ભજીયે તોય ભાવભીના થઈ ભજીએ અને જો સદ્ભાગી હોઈએ ને ભાવતીર્થકર અર્થાત્ સાક્ષાત તીર્થકર અરિહન્ત પરમાત્મ ભગવંતનો યોગ થાય તો તે પ્રત્યક્ષ ભાવ ભગવંતમાં જો આપણા ભાવ ભેળવી દઈએ, પૂર્ણ સમર્પણ કરી દઈએ તો સ્વરૂપનું સ્વભાવનું પ્રાગટીકરણ સહજ જ થઈ જાય.
દાન દઈએ તો લેનારો આપનારો થઈ જાય એવા ભાવ સહિત દાન દઈએ. શીલ સંયમ પાળીએ, તપ તપીએ તે ભાવપૂર્વક યથાખ્યાત ચારિત્ર્ય સહજાનંદી પૂર્ણકામ અવસ્થાને લક્ષમાં રાખી કરીએ. ભાવ ભાવીએ એમાં ભાવ ભેળવીએ તો ભાવના શુદ્ધિની વૃદ્ધિ કરી પરાકાષ્ટાના ભાવોથી સ્વભાવનું પ્રાગટીકરણ કરી શકીએ.
ધર્મભાવથી, અર્થના (ધનના) અનર્થથી દૂર રહી, કામમાં અનાસક્ત રહી ધર્મપુરુષાર્થથી નિષ્કામ બની રહી પૂર્ણકામ થઈ મોક્ષને અર્થાત્ સ્વભાવને હાંસલ કરી શકાય છે.
જાગૃતાવસ્થામાં નિંદ્રાવત (નિર્લેપ) રહી. સ્વપ્ન અને નિદ્રાવસ્થાની પેલે પારની તૂર્યાવસ્થા (કેવલજ્ઞાની અવસ્થા) સ્વભાવ દશાને પ્રાપ્ત કરી શકાય છે.
દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની ચોકડી તોડી નાંખી, ચક્રાવાને ભેદી, દ્રવ્યમાં ક્ષેત્ર ભેળવીને, કાળનો ભાવથી કોળિયો કરી જઈ કેવળ દ્રવ્ય (આત્મપ્રદેશ) અને સ્વરૂપભાવ-સ્વભાવ (જ્ઞાન અને આનંદ)રૂપ અર્થાત્ સચ્ચિદાનંદ બની શકાય છે અને યથાર્થપણે કાળ અને ક્ષેત્ર વિજેતા થઈ શકાય છે.
આમ સ્વરૂપ સ્વભાવના પ્રગટીકરણ માટે સર્વમાં ભાવ ભેળવવાનો હોય છે. ભાવ ભેળવ્યા વિનાનું સર્વ કાંઈ મોળું ફિક્યું રહેવાનું. જેમ કે મીઠા (સબરસ-નમક) વિનાની રસોઈ. આમ ભાવ એ સબરસ છે. સબરસ એકલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org