________________
૧૪o
સૈકાલિક આત્મવિજ્ઞાન પરિણમે છે એટલે તેને ઉપચરિત ભવ્યત્વ કહેવાય છે.
આમ ત્રણ પ્રકારના ભવ્યત્વ આપણે જોયાં કે – (૧) સ્પર્શ પરિણમન ભવ્યત્વ (૨) બદ્ધ પરિણમન ભવ્યત્વ અને (૩) તદ્રુપ પરિણમન ભવ્યત્વ.
બદ્ધ પરિણમન માત્ર સંસારી જીવ અને પુદ્ગલના સબંધમાં ઘટે છે. જે અનિત્ય છે અને તેમાં ગુણનું પરિણમન રૂપાંતરતાએ છે જેથી ભિન્ન ભિન્ન છે.
પુદ્ગલ દ્રવ્યમાં (૧) પોતાના પ્રદેશનું એકત્રી અવકાશમાં રહેલ અવગાહન સ્પર્શ પરણિમન ભવ્યત્વ. (૨) પોતાના ગુણમાં પડતા ગુણભેદને કારણે રૂપાંતર બદ્ધ પરિણમન ભવ્યત્વ છે. (૩) પોતાના ગુણનું તરૂપ પરિણમન ભવ્યત્વ.
ચારેય અરૂપી અસ્તિકામાં ગુણભેદ, રૂપાંતરતા અને અનિત્યતા નથી પરંતુ કેવલ ‘તદરૂપ પરિણમન' છે.
અચિત પુદ્ગલદ્રવ્યનું જે ભવ્યત્વ છે તે ક્રમિક અને વિનાશી ધર્મવાળું છે. કાળાંતરે રૂપરૂપાંતરને પામનારું છે.
પથ્થરનો ધર્મ અદ્રાવ્યત્વ છે. એ કઠોર અને કઠિન છે. સાકરનો ધર્મ દ્રાવ્યત્વ છે. એ મૃદુ છે, દ્રવી જાય છે, ઓગળી જાય છે.
પુગલદ્રવ્ય અનંત રૂપે પરિણમે છે અને સંસાર ચાલે છે. કેમ કે પગલદ્રવ્ય અનંત રૂપે પણ પાછુ ભિન્ન-ભિન્ન ગુણધર્મો અને ભિન્ન-ભિન્ન રૂપે પરિણમે
દરેક દ્રવ્ય, પોતપોતાના ગુણધર્મોને સાથે ભવ્ય પરિણમનવાળા છે અને અન્યના ગુણધર્મોને ન પામવારૂપ અભવ્ય સ્વભાવવાળા છે. આ અસ્તિ-નાસ્તિ જેવું છે.
સંસારી જીવોને ભવિ અને અભવિ એમ બે પ્રકારના જણાવેલ છે. જ્યારે સિદ્ધ પરમાત્મામાં એ રીતે ભવિ અભવિ ઘટતું નથી.
સંસારી જીવના બે પ્રકારના ભવ્યત્વ લેવાના.. (૧) સંસારી જીવનું પુદ્ગલદ્રવ્ય સાથે બદ્ધ સંબંધરૂપ ભવ્યત્વ.” (૨) સંસારી જીવમાં અત્યંતર “અધ્યવસાય રૂપ ભવ્યત્વ.” અધ્યવસાયના ભેદ એટલે શાસ્ત્રકારોએ બતાવેલ ગુણ સ્થાનકોના ભેદ.
તામસ-રાજસ-અને સાત્ત્વિક એવા શુભાશુભ અધ્યવસાયોના અસંખ્ય ભેદ છે.
તામસભાવ એટલે “મારું તો મારું જ પણ તારું ય મારું'. હિંસા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org