________________
ચાર નિક્ષેપો
૧૪૯ એટલે કે રાજાના પ્રતિનિધિને પણ રાજા તુલ્ય માનવામાં આવે છે. તે જે પણ સર્વ સ્થાપના નિક્ષેપાના જ ભેદ છે. મૂળ વસ્તુ યા વ્યક્તિનો એની મૂર્તિ, છબી, ચિત્ર કે પ્રતિકૃતિમાં આરોપ કરવો યા ઉપચાર કરવો તેને સ્થાપનાનિક્ષેપો કહેવાય છે.
જે ભૂતકાળમાં રાજા હતો, અથવા ભવિષ્યમાં રાજા બનનાર છે તેને પણ “રાજા' કહેવામાં આવે છે. એ દ્રવ્યથી એટલે કે પાત્રપણાની અપેક્ષાએ રાજા' હોઈ દ્રવ્યરાજા છે. રાજા શબ્દનો આ અર્થ દ્રવ્યનિક્ષેપો કહેવાય.
જે ગાય, બ્રાહ્મણોનો પાલનહાર, રક્ષણહાર છે, દુષ્ટોને દંડ દેનાર અને સજ્જનોનું રક્ષણ કરનાર, પ્રજાનું પાલન તથા રક્ષણ કરનાા છે તેને ગૌ-બ્રાહ્મણપ્રતિપાલક, નૃપ, પ્રજારક્ષકના અર્થમાં અને જે રાજપણાથી રાજમાન (શોભિત) હોય તેને “રાજા' કહેવામાં આવે છે તે જાણીતું છે. માત્ર પુણ્યના ઉદયથી ભૂપતિ, નૃપતિ બનીને ભોગસામગ્રીનો ભોગવટો કરતો, ભોગવિલાસમાં રાણીવાસમાં પડી રહેનારો, સુરા અને સુંદરીમાં ચકચૂર રહેનારો વાસ્તવિક, ગુણથી તેમજ કાર્યથી રાજા નથી. આમ જે ભાવથી એટલે કે યથાર્થપણે ગુણ અને કાર્યથી રાજા હોઈ ભાવરાજા છે. “રાજા” શબ્દનો આ અર્થ ભાવનિક્ષેપો કહેવાય.
હવે આ ચારે નિપાના એક એક વિભાગનું વિશ્લેષણ કરી તેને અવલોકીશું. નામનિક્ષેપો :
જીવ જે શિવ સ્વરૂપ છે, તે જેમ અરૂપી છે એમ અનામી છે. નામ અને રૂપ પુદ્ગલના કે પંચભૂતના છે. ઉપર જણાવ્યા મુજબ આખું ય જગત નામ-રૂપાત્મક છે અથવા તો શબ્દાનુરક્ત ને દશ્યાનુરક્ત છે. વર્ણ અને સંસ્થાન દશ્ય જગતમાં આંખથી દેખાય છે. તેના નામ આદિ સાંભળવા દ્વારા વિશેષ ઓળખ થાય છે. અથવા એથી વિપરીત પહેલાં નામ શબ્દવર્ણન સાંભળ્યા બાદ તે વસ્તુ યા વ્યક્તિના દર્શનથી એનો વિશેષે પરિચય થાય છે. જેવું સતી રાણકદેવીના કિસ્સામાં બન્યું કે ચારણે આવી સિદ્ધરાજ જયસિંહ આગળ નીચેના શબ્દોમાં વર્ણન કરતાં રાજા સિદ્ધરાજ માત્ર શબ્દવર્ણનથી, વગર જોયે રાણકદેવીના રૂપનો પાગલ બની ગયો.
" મૃગનયની કટિ કેશરી નાગણ જેવા વાળ બ્રહ્માએ એક જ ઘડી સાચું કહું ભૂપાળ."
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org