________________
૧૪૮
સૈકાલિક આત્મવિજ્ઞાન દ્રવ્ય, ભાવાત્મક છે એટલે કે દ્રવ્યના પોતાના ગુણધર્મ છે, અને તે ગુણ પ્રમાણે કાર્ય છે જેને ભાવનિક્ષેપો કહેવાય છે. અથવા તો જેનું નામ છે, જેનું રૂપ છે, જેનો ઇતિહાસ-કથા છે તેનું અસ્તિત્વ કોઈ કાળે કોઈ ક્ષેત્રે છે અને તેનો પ્રત્યક્ષ સંયોગ થવો તે ભાવ-નિક્ષેપો છે.
નામનિક્ષેપો એ નામસ્મરણ છે. સ્થાપના-નિક્ષેપો એ દર્શન-સ્મરણ છે. દ્રવ્ય-નિક્ષેપો એ કથાશ્રવણ-સ્મરણ છે. ભાવ-નિક્ષેપો એ સ્વરૂપસ્મરણ છે યા તો પ્રત્યક્ષ યોગ છે. પરમ પંચ પરમેષ્ઠિમાં પરમેશ્વર ભગવાનને ધ્યાવન માટે ચાર નિક્ષેપો
નામ :- નામજિણા, જિણનામા (જિનેશ્વર ભગવંતનું નામ)
સ્થાપના :- શ્રવણજિણા, જિણિંદ ડિમાઓ (જિનેશ્વર ભગવાનની પ્રતિમાઓ)
દ્રવ્ય :- દ્રવ્રુજિણા, જિણ જીવા (તીર્થંકર નામકર્મ ઉપાર્જિત કરેલ છે એવાં જિનેશ્વર થનારા જીવો)
ભાવ :- ભાવજિણ, સમવસરણજિણા (સમવસરણમાં બિરાજમાન સાક્ષાત પ્રત્યક્ષ જિનેશ્વર ભગવંત)
આવા ચાર નિક્ષેપોની વિશિષ્ટતા અને વૈજ્ઞાનિકતાનો તાર્કિક અભ્યાસ કરીશું.
જ્ઞાનનું વાહન ભાષા છે. અમૂર્ત જ્ઞાન ભાષામાં ઊતરી મૂર્તરૂપ બની વ્યવહાર્ય બને છે. ભાષા શબ્દાત્મક છે અને શબ્દને સામાન્ય અર્થપ્રયોગ ઉપર જણાવ્યા મુજબ ચાર પ્રકારનો છે.
એ ચાર નિપાને પ્રથમ આપણે “રાજા”ના ઉદાહરણથી સમજીશું.
રાજા' કોઈનું નામ હોય ત્યારે તે એ નામથી વ્યવહત થાય છે. એ નામ માત્રથી “રાજા' હોઈ, નામ રાજા છે. રાજા શબ્દનો આ અર્થ નામનિક્ષેપો કહેવાય.
- રાજાની મૂર્તિ, છબી કે ચિત્રને પણ “રાજા' કહેવામાં આવે છે, જેમ ભગવાનની મૂર્તિને ભગવાન કહેવામાં આવે છે તેમ એ સ્થાપના અર્થાત્ ચિત્ર-છબી-મૂર્તિના રૂપે રાજા હોઈ સ્થાપના રાજા છે. “રાજા' શબ્દનો આ અર્થ સ્થાપના નિક્ષેપો કહેવાય.
રાજાની પ્રતિકૃતિ એવી પ્રતિમાની જેમ રાજપ્રતીક રાજમુદ્રા અને રાજદૂત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org