________________
વૈકાલિક આત્મવિજ્ઞાન
એક પ્રદેશ એ મૂળ છે. એક ઉત્પાદ-વ્યય સમકાળ છે, એ મૂળ છે, આ વિષય કેવલજ્ઞાની ભગવંતોનો છે. છદ્મસ્થ જ્ઞાનનો એ વિષય નથી. છદ્મસ્થજ્ઞાનીની એવી તાકાત નથી કે એક પ્રદેશ અને એક સમય કે પરમાણુને જાણી શકે. ઉત્પાદ અને વ્યય તથાં વ્યય અને ઉત્પાદ એ અભેદ છે, કાળાંતરે નથી, એ સમકાલીન ઘટના છે. વ્યવહાર ચલાવવા કાળનો ઉપચાર કરેલ છે. કાળ એ આપણે ઊભી કરેલી કાલ્પનિક વસ્તુ છે. જે વસ્તુ કાલ્પનિક ઊભી કરેલ હોય એ ભિન્ન કાળે ભિન્ન હોય અને ભિન્ન ક્ષેત્રે પણ ભિન્ન હોય. એ વ્યવહાર ચલાવવા પૂરતું હોય જેમ કે ચલણી નાણું. સમયકાળ પણ દેશ દેશના (દરેક ખંડના-ક્ષેત્રનાં) જુદા જુદા હોય છે.
એક કાર્ય થવામાં કેટલાંય પર્યાયોની પરંપરા યાને કે હારમાળા, (Chain of events) ચાલે છે. જે ગણિતથી અસંખ્ય પ્રમાણ હોય છે. એમાં પ્રત્યેક પર્યાયમાં પ્રતિ સમયે ઉત્પાદ-વ્યય હોય છે.
૧૪૬
આઠેય કર્મો પ્રતિ સમયે ઉદયમાં આવે છે અને બંધ પણ પ્રતિ સમયે એક માત્ર આયુષ્ય કર્મ સિવાય સાતેય કર્મોનો થાય છે. આયુષ્યકર્મનો બંધ પડે તે સમય પૂરતો જ આઠેય કર્મોનો બંધ હોય છે. આયુષ્યકર્મનો સત્તાકાળ અંતર્મુહૂર્તથી લઈને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમનો કાળ હોય છે. ઉદયકાળે આઠેય કર્મના એક જ સમયે પ્રકૃતિ અને રસ ચુસાય છે અને બીજા સમયે બીજા દળિયાના પ્રકૃતિ અને રસ ચુસાય છે. જેમ કે ઘીના દીવામાં પ્રત્યેક સમયે નવા અને નવા ઘીના બૂંદનું તેજ હોય છે.
પ્રતિ સમયે જે આ પ્રમાણે ઉત્પાદ-વ્યયની હારમાળા ચાલે છે-(Chain of events) તે અતિસૂક્ષ્મ છે, કાળથી તે અતિ સૂક્ષ્મ એવી ઘટનાને કેવલ એક માત્ર કેવલજ્ઞાનીઓ જ જોઈ શકે છે. છદ્મસ્થજ્ઞાનીની તાકાત બહારનો એ વિષય છે.
પાંચેય અસ્તિકાયોમાં જો ધ્રુવ-નિત્ય તત્ત્વ હોય તો પ્રત્યેક અસ્તિકાયનું પ્રદેશપિંડત્વ છે અને બીજું પ્રત્યેક અસ્તિકાયનું જાતિત્વ છે.
ઉત્પાદ બે પ્રકારના હોય છે. પ્રયોગશા અને વિશ્રશા, પ્રયોગશા ઉત્પાદ એટલે જેમાં સંસારી જીવો કર્તા ભોક્તા ભાવે પુદ્ગલ સ્કંધોમાં આકાર આપે છે તે પ્રક્રિયા. આવા ઉત્પાદને પ્રયોગશા ઉત્પાદ કહે છે. જ્યારે વિશ્રશા ઉત્પાદ એટલે સ્વાભાવિક સહજ જ ઉત્પાદ કે જેમાં જીવનો કર્તાભોક્તા ભાવ હોતો નથી. ઉદાહરણ તરીકે મેઘધનુષ્ય, વાવાઝોડા-સંધ્યાના રંગો આદિ. અરૂપી દ્રવ્યોમાં આ ઉભયમાંનો એકેય ઉત્પાદ હોતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org