________________
૧૪૫
ઉત્પાદ-વ્યય-ધ્રુવ
આમ પાંચેય અસ્તિકામાં અર્થક્રિયાકારી સત્ (Potential Power)ના અર્થથી ઉત્પાદ-વ્યય-ધ્રુવ યુક્ત સત્ સૂત્ર ઘટાવી શકાય છે.
શેય પદાર્થોમાં તેમજ સંસારી જીવન કર્તા ભોક્તા ભાવે ભલે ઉત્પાદવ્યય સિદ્ધ કરવામાં આવે પરંતુ આત્માના સિદ્ધપણામાં અર્થાત્ સિદ્ધ પરમાત્માઓમાં ઉત્પાદવ્ય ઘટાવી શકાતા નથી, સિવાય કે અગુરુલઘુ ગુણમાં કર્મક્ષયથી પ્રગટ થયેલાં બાકીના બીજા ક્ષાયિક ગુણોમાં ઉત્પાદ-વ્યય સિદ્ધ પરમાત્મામાં ઘટાવી શકાય નહિ.
પદાર્થ પરત્વે દૃષ્ટિ ભાવ વર્તે તો પદાર્થ પરત્વે રાગ થાય છે. જે સંયોગો પ્રમાણે, અવસ્થા પ્રમાણે અને ભાવ પ્રમાણે થાય છે. વળી તે પદાર્થ પરત્વેના સંયોગો અવસ્થા કે ભાવ બદલાય તો અનિષ્ટ દૃષ્ટિ પણ થાય તો દૈષ થાય છે. માટે જેમ પદાર્થ પરત્વે ઉત્પાદ-વ્યય-ધ્રુવ ઘટાવીએ છીએ તેમ તેના છબસ્થ સંસારી દ્રષ્ટામાં પણ ઉત્પાદ-વ્યય ધ્રુવપણું સાથે સાથે ઘટાવવું જોઈએ.
દૃષ્ટાની દૃષ્ટિ એટલે કે એનું દર્શન પદાર્થ પ્રત્યે કર્તાભોક્તા ભાવે કેવા પ્રકારનું છે તે ખાસ જોવું જોઈએ. દૃષ્ટિ પ્રમાણે સૃષ્ટિ સમજવાની છે. અધ્યાત્મ તત્ત્વનું પ્રયોજન તો સાધકને સાધન દ્વારા સાધ્ય તત્ત્વ સાથે એકમેક બનાવવાનું છે. દશ્ય પદાર્થો સાથે તો એકમેક બનાવવાનું છે જ નહિ. આમ ઉત્પાદવ્યય-ધ્રુવને સાધનામાં તો ઉત્પાદ-વ્યય જેમાં છે તેને વિનાશી અસત સમજીને જે સતુ છે તે ધ્રુવ તત્ત્વને આધારે ઉત્પાદ કે વ્યય થાય છે એ પ્રતિ દૃષ્ટિ રાખી ઉત્પાદ વ્યય પરત્વે વૈરાગ્ય કેળવતા જવાનું છે અને સત-અવિનાશી ધ્રુવ-નિત્ય એવા આત્મતત્ત્વનું લક્ષ્ય કરવાનું છે એથી જ પર્યાયદષ્ટિ ત્યજી દ્રવ્ય દૃષ્ટિ કેળવવા ફરમાવેલ છે.
જૈન દર્શનના મતે ઉત્પાદ-વ્યય અને ધ્રુવ એ ત્રણે Al at a time એક સમયે સાથે જ પ્રતિ સમયે દ્રવ્યમાં ચાલુ હોય છે. ઉત્પાદ કાળે પણ ધ્રુવ તો હોય જ છે અને વ્યયકાળે પણ ધ્રુવ તો હોય જ
રૂપી એવાં પુદ્ગલનું લક્ષણ ઉત્પાદ-વ્યયરૂપ છે. ઉત્પાદ જે નો થાય છે તે વ્યયને પામે જ છે. ઉત્પાદ અને વ્યય પદાર્થનું એકદેશીયપણું જ છે અને તે અપૂર્ણરૂપ છે.
પરંતુ અરૂપી એવાં ધર્મ-અધર્મ-આકાશ અને સિદ્ધ પરમાત્મ માં ઉત્પાદવય માત્ર અગુરુલઘુગુણમાં લાગુ પડે છે. બીજા પર્યાયોમાં લાડ પડતું નથી.
ઉત્પાદ-વ્યય જે પ્રતિ સમયે થાય છે. એને જ એક સ છે કહેલ છે. સમય જેવી વસ્તુ નથી. કાળ તો ઉપચરિત દ્રવ્ય છે. S-10
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org