________________
૧૩ ચાર વિશે
આખું ય જગત નામ રૂપાત્મક અને દ્રવ્ય-ભાવાત્મક છે. અર્થાત્ જગત આખું ય શબ્દાનુરક્ત અને દશ્યાનુરક્ત છે. ' નામનો સંબંધ શબ્દ સાથે છે અને રૂપ-દેશ્યનો સંબંધ વર્ણ (રંગ) અને સંસ્થાન (પિંડાકૃતિ-આકાર) સાથે છે. વળી શબ્દનો સંબંધ શ્રવણેન્દ્રિય સાથે છે. જ્યારે રૂપ દૃશ્યનો સંબંધ ચન્દ્રિય સાથે છે. આ બે ઇન્દ્રિયોની પ્રાપ્તિથી જ સંગ્નિ પંચેન્દ્રિય મનુષ્યપણાની પૂર્ણતા છે. આ બે ઈન્દ્રિયોને જ્ઞાનેન્દ્રિયો કહેવાય છે અને ઈન્દ્રિય પ્રાપ્તિના ક્રમમાં શ્રવણેન્દ્રિયની પ્રાપ્તિથી જ પૂર્ણ પંચેન્દ્રિયપણાની પ્રાપ્તિ છે.
દૃશ્ય જગત આંખથી દેખાય છે અને એના નામ આદિ સાંભળવા દ્વારા તેની વિશેષ ઓળખ થાય છે, અથવા તો પ્રથમ નામથી જાણ્યા બાદ આગળ વસ્તુ અગર વ્યક્તિનો સંબંધ સ્થપાય છે. વર્તમાન સમયના યાંત્રિક યુગમાં તો દશ્ય-શ્રાવ્ય (Audio-Vision) નું વિશેષ મહત્ત્વ છે.
- દૃષ્ટિ, દૃશ્ય વિનાની નથી પછી તે બંધ હોય કે ઉઘાડી, તેમ વસ્તુ કે વ્યક્તિ નામવિહોણી નથી. જગત આખાનો પ્રત્યેક જીવનવ્યવહાર જ એ પ્રમાણે છે. જે જીવનનો વ્યવહાર છે તેમાંથી જ સાધ્ય પ્રાપ્તિ માટેના સાધનનું નિર્માણ થાય છે. સાધ્યની પ્રાપ્તિ માટે સિદ્ધિ પ્રાપ્ત કરીશું.
વ્યક્તિની ભક્તિ થતી હોય છે. એ ભક્તિયોગ અર્થાત ઉપાસનાયોગ માટેના સાધનોની વહેંચણી ચાર વિભાગમાં કરવામાં આવેલ છે. સંસ્કૃત ભાષામાં ક્ષીપ ધાતુ વહેંચણી માટે છે, જેને “ની” ઉપસર્ગ લાગતાં નિક્ષેપ શબ્દની વ્યુત્પત્તિ થાય છે. ઉપાસનાનાં એ ચાર સાધનોને જૈન દર્શને “નિક્ષેપા' તરીકે ખ્યાતિ આપેલ છે. જે સર્વનો જીવન વ્યવહાર હોઈ સહુ કોઈને સરખા લાગુ પડે છે. એ ચાર નિક્ષેપો નીચે મુજબ છે.
(૧) નામ નિક્ષેપો (૨) સ્થાપના નિક્ષેપો (૩) દ્રવ્ય નિક્ષેપો (૪) ભાવ નિક્ષેપો
જેનું નામ છે એનું રૂપ છે અને રૂ૫ છે તેનું નામ છે, અને તેનો આગલો પાછલો ઇતિહાસ છે, જે તેની કથા છે અર્થાત્ દ્રવ્ય નિક્ષેપો છે. વળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org