________________
ચાર નિક્ષેપો
૧૫૧
કોઈ પણ ભાવ-અર્થ માટે શબ્દ પકડવો પડે. પહેલાં નામ શબ્દ, પછી તેનો અર્થ અને ભાવ આવે, જે ભાવ અરૂપી છે. કોઈ પણ ગુણ પકડવો હોય તો પહેલાં તો ગુણ જેમાં છે તે દ્રવ્યને પકડવું પડે. ગળપણ જોઈતું હોય તો ગળપણયુક્ત ગળ્યા દ્રવ્યો ગોળ, સાકર આદિ લેવાં પડે.
જગત નામમય છે. સ્થાપના, દ્રવ્ય અને ભાવના પણ નામ હોય છે. પ્રવેશઓળખ નામથી થાય છે. ભેદ નામ વડે કરીને પાડી શકાય છે. ભાવ પકડવા પહેલા દ્રવ્ય લેવું પડશે. દ્રવ્ય તરીકે, વ્યક્તિ તરીકે ઋષભદેવ, શાંતિનાથ, નેમનાથ, પાર્શ્વનાથ, મહાવીરસ્વામી આદિ તીર્થકર અરિહન્ત ભગવંતોના નામ આવશે. ઋષભદેવ ભગવંત કેવાં ? તે વીતરાગ ક્ષાયિકભાવવાળા છે. આમ ભાવનું પણ નામકરણ કરવું પડે છે. આ જિનમંદિરમાં મૂળનાયક ભગવંતની પ્રતિમા કયા ભગવાનની ? તો તેના પ્રત્યુત્તરમાં પણ નામ દેવું પડશે કે સુપાર્શ્વનાથ પ્રભુની છે. આમ નામ એ બાકીના બધાંય ત્રણ નિક્ષેપ સ્થાપના દ્રવ્ય અને ભાવનો આધાર છે. માટે જ નિપાના ક્રમમાં નામનિક્ષેપાને પ્રથમ ક્રમાંકે મૂકેલ છે.
આખું જગત નામપ્રધાન છે. નામ લીધા પછી તેના અર્થ અને ભાવમાં જવાનું હોય છે. પાંચ અસ્તિકામાં જીવાસ્તિકાય (જીવ) પ્રધાનપણે સ્વપરપ્રકાશક હોવાથી જાણવા માટે નામનિર્દેશની જરૂર રહે છે. નામનિક્ષેપાથી જ જગત આખાનો વ્યવહાર ચાલે છે. પછી જ સ્થાપનાથી મૂર્તિ-રૂપથી જેનું નામ લીધું છે તેના સંબંધમાં કર્તા ભોક્તા બની સક્રિય બનીએ છીએ. જગત નામ-રૂપાત્મક છે. રૂપ પણ નામથી જાહેર થાય છે. આંખમાં રૂપ ગોઠવાયું છે જ્યારે કાન અને જીવ્રાગ્રે નામ ગોઠવાયેલ છે.
મનુષ્યયોનિમાં જન્મેલો જીવ ચાહે તે જાતિ, જ્ઞાતિ, ધર્મ, દેશ કે ક્ષેત્રનો હોય પરંતુ તે વિશ્વના કોઈ પણ પદાર્થના અર્થ કે ભાવને જન્મતાંની સાથે જાણતો કે સમજતો નથી. પરંતુ બીજાના શબ્દોચ્ચાર વડે સાંભળીને પહેલાં તો તે ઉચ્ચારાયેલ શબ્દને જ પકડે છે અને શબ્દને જ અનુસરે છે, ને ગ્રહણ કરે છે. ત્યારબાદ અવસ્થાની પરિપકવતાએ ધારણામાં (ચિત્ત-સ્મૃતિમાં) રાખેલ શબ્દના અર્થ અને ભાવને પામે છે. વળી જે સાંભળી શકે છે તે જ બોલી શકે છે, જે નામ-શબ્દનું મહાત્મ દર્શાવે છે. માટે જ મહોપાધ્યાય યશોવિજયજી મહારાજાએ ગાયું છે કે...
" નકો મંત્ર, નવિ યંત્ર નવિ તંત્ર મોટો, દિશ્યો નામ તાહરી, સમાગ્રીત લોટો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org