________________
સ્પર્શાદિ પરિણમન અને ભવ્યાભવ્ય સ્વભાવ
૧૪૧
ચોરી, જૂઠ, આદિ યુક્ત, અન્યને પરેશાન કરવા પૂર્વકનું અવિવેકી, ઉપદ્રવી જીવન જે સંપૂર્ણ મિથ્યા મોહનીયના ઉદયવાળુ અર્થાત અનંતાનુબંધી કષાયના ઉદયવાળું જીવન હોય છે.
રાજસભાવ એટલે ‘મારું એ મારું અને તારું એ તારું ! મારું હું ભોગવું તારું તું ભોગવ.' એવાં ભાવવાળું અન્યને પરેશાન કર્યા વિનાનું, એશ-આરામ વૈભવ-વિલાસવાળું ભોગી જીવન હોય છે, જે નિરૂપદ્રવી જીવન છે, પણ પરોપકારી નિર્દોષ જીવન નથી.
જ્યારે સાત્ત્વિક ભાવમાં તો ‘તારું તો મારે ન જોઈએ પણ મારું પણ મને ન જોઈએ' એવા ભાવપૂર્વકનું ત્યાગ વૈરાગ્યયુક્ત પરોપકારી નિર્દોષ એવું કર્મયોગથી ઉત્તરોઉત્તર લઇને ક્ષપકશ્રેણિ મંડાય ત્યાં સુધીનું તે ઠેઠ દશમા ગુણસ્થાનકે લોભ મોહનીય જાય ત્યાં સુધીનું સાધક-યોગી જીવન હોય છે. સંસારીજીવ આ સર્વ તામસ-રાજસ્ સાત્ત્વિક ભાવો અર્થાત્ અધ્યવસાય સ્થાનકોને પરિણમવાને અધિકારી છે.
અવિ જીવ તામસ-રાજસ ભાવોના બધાંય અધ્યવસાયોને પામી શકે છે. પરંતુ સાત્ત્વિક ભાવોના બધા ય અધ્યવસાય સ્થાનકોને પામી શકવા તે સમર્થ નથી. અભિવ જીવો લૌકિક સાત્ત્વિક ભાવોને સ્પર્શી અટકી જાય છે, એથી આગળ લોકોત્તર સાત્ત્વિક ભાવોમાં એમનો પ્રવેશ શક્ય નથી, અને તેથી જ તેમનો મોક્ષ થતો નથી. માટે તેમને અભિવ કહેલ છે છતાં ય, અભિવ જીવ પણ પોતાના જ્ઞાન-દર્શન ગુણ સાથે, તદરૂપ પરિણમનરૂપ ભવિ તો હોય જ છે.
અવિ જીવ, સાધના પથ ઉપર, ક્યારેય પહેલાં ગુણ સ્થાનકથી આગળ વધી શક્તો નથી. અને મિથ્યાત્વમાંથી સમ્યકત્વને પામતો નથી.
અવિરતિમાંથી દ્રવ્ય વિરતિમાં આવવા છતાં ભાવ વિરતિને પામી શક્તો નથી. કષાયમાંથી વીતરાગતાને પામતો નથી. અને તેથી તેનો ક્યારેય મોક્ષ થતો નથી. માટે તે અપેક્ષાએ એવા જીવોને અભિવ કહેલ છે.
જે જીવો મોક્ષના લક્ષ્ય બધાં ય સાત્ત્વિક ભાવોને પામવાના છે તે સહુ જીવોને ‘ભવિ’ જીવ કહેલ છે.
આમ પુદ્ગલના જેમ બે ભેદ, ‘સચિત અને અચિત’ છે. તેમ જીવોના મુખ્ય બે ભેદ છે, ‘સંસારી’ જીવો અને ‘સિદ્ધ’ના જીવો. વળી આગળ સંસારી જીવોના પાછા બે ભેદ પડે છે ‘વિ અને અવિ' જે ઉપર જણાવ્યા મુજબ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org