________________
૧૧. ધર્માદિ પરિણમન અને ભયાભય સ્વભાવ
દ્રવ્યમાં, ગુણ જાતિભેદ કરેછે અને ગુણ પ્રમાણે કાર્ય થાય છે. પ્રદેશત્ત્વ ગુણને જાળવી રાખે છે અને ગુણ, દ્રવ્ય (પ્રદેશ પિંડ)ની જાતિ જાળવી રાખે છે, પ્રદેશનો આધાર લઈને ગુણ કાર્ય કરી આપેછે. પ્રદેશ એ ગુણની ભૂમિ છે. ભૂમિ એ આધાર છે. આત્મ પ્રદેશ અને ગુણનું જે તદૃરૂપપણું છે, તેનું નામ ભવ્યત્વ, યોગ્યતા છે. પાંચે અસ્તિકાયને આ અપેક્ષાએ ભવ્ય સ્વભાવ છે. ગુણકાર્ય કરવારૂપ પરિણમન તે ભવ્યત્વ. એ પરિણમન અવસ્થાંતરપણાનું હોઈ શકે છે, અથવા તો સમસ્થિતિમાં રહેવા પૂર્વક પણ પરિણમન હોઈ શકે છે.
ધર્મ-અધર્મ-આકાશ અને સિદ્ધપરમાત્મા, એ ચારે અસ્તિકાયમાં, પોતપોતાના સામાન્ય ગુણમાં કોઇ ભેદ પડતો નથી. માટે તે પ્રદેશોનું ગુણ સાથે જે પરિણમન છે, તે તદૃરૂપ પરિણમન છે, જેમાં કોઈ પરિવર્તનતા નથી, આ ભવ્ય સ્વભાવ અનુપચરિત છે (વાસ્તવિક છે).
સંસારી જીવ અને પુદ્ગલનો સંબંધ તથા પુદ્ગલનો અને પુદ્ગલનો સંબંધ જ્યારે એકક્ષેત્રી થાય ત્યારે તેને પણ ભવ્યત્વ, યોગ્ય રહેવું પડે. સંસારીજીવ અને પુદ્ગલનો જે એકક્ષેત્રી સંબંધ થાય તેને ‘ઉપચરિત ભવ્યત્વ’ કહેવાય છે. જ્યારે જીવ અને જ્ઞાનનું પરિણમનએ ‘અનુપચરિત ભવ્યત્વ’ છે.
(અવાસ્તવિક) ઉપચરિત ભવ્યત્વ ધર્મ-અધર્મ-આકાશ અને સિદ્ધપરમાત્મામાં નથી. ઉપચરિત ભવ્યત્વ માત્ર સંસારી જીવ અને પુદ્ગલના બદ્ધ સંબંધ વિષે જ ઘટે છે, તે બધ્ધ પરિણમન છે.
પાંચે અસ્તિકાયનું, જે સ્પર્શ પરિણમન છે તે ‘સ્પર્શ ભવ્યત્વ’ છે. એ એકક્ષેત્રી અવગાહના છે. આકાશમાં આકાશ પ્રદેશ સહિતના બધાંય પાંચે અસ્તિકાયનું ચૌદ રાજલોક પૂરતું એકક્ષેત્રી અસ્તિત્વ છે. જે ‘સ્પર્શ પરણિમન ભવ્યત્વ' છે.
ગુણની અંદર ગુણભેદથી જે પરિણમન છે તેને પણ ભવ્યત્વ કહેવાય. આવું ભવ્યત્વ ધર્મ, અધર્મ, આકાશ અને સિદ્ધ પરમાત્મામાં નથી. આ ચારેયમાં તેમના ગુણમાં સમરસમાત્રા છે. જ્યારે સંસારીજીવ અને પુદ્ગલ દ્રવ્યમાં વિષમરસમાત્રા છે. પોતાના પ્રદેશોનો આધાર લઈને ગુણ, ભેદરૂપ કાર્યરૂપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org