________________
સ્વરૂપ મંત્ર
૧૩૭ બહુમાન આ સિદ્ધચક્રતંત્ર દ્વારા કરતો થકો તેના ફળ સ્વરૂપ આત્મસ્થિરતા, આત્મલીનતા, સ્વરૂપ રમણતા, સહજાનંદાવસ્થાની પ્રાપ્તિને ઇચ્છું તે મને પ્રાપ્ત થાઓ ! પ્રાપ્ત થાઓ ! જ્યાં સુધી સ્વરૂપાવસ્થા, સહજાનંદાવસ્થાની પ્રાપ્તિ ન થાઓ ત્યાં સુધી સુખ અને દુઃખથી અલિપ્ત રહી શાતા અને અશાતાથી પર થઈ, સ્વમાં સ્થિર થઈ, સ્વરૂપમાં લીન રહી નિજાનંદની મસ્તી માણસો માણતો સહજાનંદી થાઉં !
|| ૐ ણમો ચારિતસ્સ છે
નિરિહિતા, આત્મતૃપ્તતા, અણાહરિતા, વીતરાગતા, પૂર્ણકર્મ એ મારા આત્માનો પરમ વિશુદ્ધ આત્મગુણ છે, સહજ શુદ્ધ સ્વરૂપ ગુણ છે તે નિરિહિતા, તૃપ્તા, વીતરાગતા, પૂર્ણકામ અવસ્થાની પ્રાપ્તિ માટે તપપદનાં દર્શન વંદન, નમન, પૂજન, સન્માન, સત્કાર, બહુમાન આ સિદ્ધચક્રમંત્ર દ્વારા કરતો થકો તેના ફળ સ્વરૂપ અણાતારિપદ વીતરાગતા, પૂર્ણકામને હું ઇચ્છું છું ! મને તે પ્રાપ્ત થાઓ ! પ્રાપ્ત થાઓ!જ્યાં સુધી વીતરાગતા, અણહારિતા, પૂર્ણકામની પ્રાપ્તિ ન થાઓ ત્યાં સુધી સર્વ સંયોગો, પ્રસંગો અને પરિસ્થિતિમિાં હું સદા સર્વદા સંતુષ્ઠ રહું, સમભાવમાં વતું.
| ૐ ણમો તવસ્સ ||
નમસ્કાર મહામંત્રમાંના પંચ પરમેષ્ઠિ પદો તેઓના તથા પ્રકારના ગુણોને અંગે, સ્વરૂ૫૫દ, ધ્યાનપદ, સમાધિપદ, સમતાપદ, શાંત-પ્રશાંતપદ, યોગપદ, પવિત્રપદ, આનંદપદ આદિ છે. માટે પંચપરમેષ્ઠિ પદને તથા પ્રકારના ભાવથી ભાવવાથી તે પ્રકારના ભાવને પામી શકાય છે. માટે
હે જીવ! જો તું તારા વિરૂપથી, વિભાવવાથી પીડાય છે તો તું પંચપરમેષ્ઠિને સ્વરૂપપદે ભાવશે તો તું સ્વરૂપ સ્વભાવ દશાને પામીશ.
હે જીવ ! તું અશાંત છો ? તો પંચપરમેષ્ઠિપદને શાંત પ્રશાંત પદે ભાવીશ તો શાંત ઉપશાંત-પ્રશાંત ભાવને પામીશ.
હે જીવ ! તું મમતાથી મૂંઝાણો છો ? તો આ પંચપરમેષ્ઠિ પદોને સમતાપદે ભાવીશ તો સમતા મેળવીશ.
હે જીવ ! તું ભોગની ભૂતાવળથી છૂટવા ઇચ્છે છે? તો યોગની પ્રાપ્તિ થશે.
હે જીવ ! તું ઉપાધિગ્રસ્ત છો ? તો સમાધિ પદે આ પંચપરમેષ્ઠિને જપીશ તો ઉપાધિ વચ્ચે પણ સમાધિમાં રહી શકીશ.
આમ આ પંચપરમેષ્ઠિપદ, - નમસ્કાર મહામંત્ર-સ્વરૂપમંત્ર-નવકારમંત્રનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org