________________
૧૦૪
સૈકાલિક આત્મવિજ્ઞાન જો શરીરની સાથે ભોગ્ય પદાર્થ જોડાય અને ઇન્દ્રિય વિકાર થાય તો તે સંયમ નહિ. પ્રમાદ એ પણ વિકાર, અને ભોગેચ્છા તે પણ વિકાર. પાંચ ઇન્દ્રિયોના સુખની પ્રાપ્તિની ઇચ્છા તે પણ વિકાર-અસંયમ.
શરીરને ખપ પૂરતું આપ્યા પછી તે શરીર, ધર્મ કરવાના ઉપયોગમાં આવે તે સંયમનો ધ્યેય છે. તપનું ફળ આહારસંજ્ઞા ટાળવી તે છે. લેશમાત્ર આહારની ઇચ્છા રસ ગારવ-રસવૃત્તિ ન થાય અને કેવલજ્ઞાન પ્રાપ્ત થાય તે તપનું ફળ છે. અનશન એ સર્વોત્કૃષ્ટ-પરાકાષ્ઠાનું તપ છે. પણ ફળ નથી. એ તો બાહ્ય તપનો પરાકાષ્ઠાનો પ્રકાર છે.
આહાર-ભય-મૈથુન-પરિગ્રહ એ ચારેય સંજ્ઞા જ સંસારભાવ છે- દેહભાવ છે. એ ચારેયને ટાળવાના છે. પંચાચારના પાલનમાં મનને જોડીએ ત્યારે જ એ ચારે ટળે કાયયોગની ક્રિયા કરતાં મનોયોગની ક્રિયા મહાન છે. ઉચ્ચ વિચાર, ઉચ્ચ આશય, ઉચ્ચ લક્ષ્ય અને શુદ્ધિ હોય તો જ કાયયોગની ક્રિયાની કિંમત છે. એનું પરિણામ છે. એક જ અનશન એવું થવું જોઈએ કે એમાં અંતરક્રિયા કરતાં કરતાં અંતરાત્મા પરમાત્મા બની જાય-કેવલજ્ઞાનનું પ્રાગટ્ય થઈ જાય. |
ત્રણેય યોગના સંયમ-ચારિત્ર-તપને પામવાં જોઈએ. માત્ર કાયયોગના ચારિત્ર-તપથી કેવલજ્ઞાનની પ્રાપ્તિ શક્ય નથી. અધ્યાત્મમાં મનોયોગની પ્રધાનતા છે. વ્યવહારમાં કાયયોગની પ્રધાનતા છે. વ્યવહારથી નિશ્ચયમાં જવાનું છે અને નિશ્ચયથી વ્યવહારમાં આવવાનું છે. એટલે કે નિશ્ચયને વ્યવહારમાં આચરણમાં ઉતારવાનો છે. માત્ર વ્યવહારવાદીઓ તત્ત્વને પામતા નથી અને માત્ર નિશ્ચયવાદીઓ વ્યવહારનો જ લોપ કરે છે, તે ય નિશ્ચયની વાતોથી નિશ્ચિતતાની પ્રાપ્તિ કરી શકતાં નથી. એટલે જ તો તપાચારના બાહ્ય અને અત્યંતર એમ બે ભેદ પાડ્યા છે. બાકીના ત્રણ આચારમાં એવા ભેદ પામ્યા નથી.
અણસણમૂણોઅરિઆ, વિત્તિ સંખેવણ રસચ્ચાઓ, કાય-કિલેસો સલી-ણયા ય બજઝો તવો હોઈ. પાયચ્છિત વિણઓ વેયાવચ્ચે તહેવ સઝાઓ, ઝાણે ઉસગ્ગો વિ અ, અભિંતરઓ તઓ હોઈ.
અતિચારની આ ૬ઠ્ઠી ને ૭મી ગાથામાં તપના છ બાહ્ય ભેદ (૧) અનશન (૨) ઉણોદરી (૩) વૃત્તિ સંક્ષેપ (૪) રસ ત્યાગ (૫) કાયકલેશ (તિતિક્ષા) (૬) અને સંલીનતા છે. છ અત્યંતર ભેદમાં (૧) પ્રાયશ્ચિત્ત (૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org