________________
સ્વરૂપ મંત્ર
૧૨૭
શૂન્ય સુધી પહોંચે છે. તેમ કોઈ પણ ગમે તેટલા આંકડાની રકમના અંકોના સરવાળાને તે મૂળ રકમમાંથી બાદ કરતા આવતી રકમના અંકોનો સરવાળો હંમેશ નવ આવશે. જેમ ૩૩૨ ત્રણ આંકડાનો સરવાળો આઠ ૩૩૨માંથી આઠ જાય એટલે ૩૨૪ એ ત્રણનો સરવાળો નવ રહેશે.
પાંચ અસ્તિકાયરૂપ વિશ્વનું મૂળ એક પ્રદેશત્વ જે અવિભાજ્ય છે તે ગોળાકાર શૂન્ય રૂપ છે અને તેનો વિસ્તાર પણ અસીમ એવું આકાશ દ્રવ્ય ગોળાકાર રૂપ છે.
શૂન્ય એ મૂળ (બીજ) છે અને શૂન્ય એ ફળ છે. અહીં શૂન્ય એટલે શૂન્યત્વ. અર્થાત્ પરમાત્મ તત્ત્વ. મૂળમાં સત્તા ગત આપણામાં જ રહેલા આપણા પરમાત્મતત્ત્વનું આપણે પ્રાગટીકરણ કરવાનું છે, સ્કૂલમાંથી સૂક્ષ્મમાં થઈ શૂન્યમાં જવાનું છે, અહીં શૂન્ય એટલે પદાર્થ-દ્રવ્યનો અભાવ નહિ પરંતુ પરસ્પર વિરુદ્ધ પદાર્થની અસરનો અભાવ. કોઈને બાધા પહોંચાડે નહિ, અને કોઈની બાધા પામે નહિ, તેવી અવ્યાબાધ અવસ્થા તે શૂન્યાવસ્થા. એ અવસ્થાનો સંકેત ઉપરોક્ત ગણિત ચમત્કારમાં છે. એટલું જ નહિ પણ ગણિતમાં શૂન્યની અવસ્થા એવી જ છે. શૂન્યને કોઈ રકમમાં ઉમેરો કે કોઈ રકમમાંથી બાદ કરો યા તો કોઈ રકમ વડે તેને ગુણો કે ભાગો તો તે રકમ અકબંધ રહેશે, કોઈ અસર તે રકમને થશે નહિ તેમ શૂન્ય પણ શુન્ય જ રહેશે. આમ ગણિત ચમત્કાર પણ અધ્યાત્મ તરફ દોરી જાય છે.
ઉપરાંત અરિહંત ભગવંતનો રંગ શ્વેત છે, સિદ્ધ ભગવંતનો રંગ રક્ત (લાલ) છે, આચાર્ય ભગવંતનો રંગ પીત્ત (પીળો) છે, ઉપાધ્યાય ભગવંતનો રંગ હરિત (લીલો) છે, અને સાધુ ભગવંતનો રંગ શ્યામ (કાળો) છે.
પંચપરમેષ્ઠિ જેમ જપનો વિષય છે તેમ પરમાર્થથી ધ્યાનનો વિષય છે. ધ્યાન સાધનાના અનેક ભેદો છે. તેમાં આપણા શરીરની રચનામાં મુખ્ય જે તાળવું છે કે જે જ્યારે બાળક જન્મે છે ત્યારે હાડકાનો ભાગ પુરાયેલો હોતો નથી, અને તે કોમળ હોય છે, એ જ સહસ્ત્રદલ કમલનું કેન્દ્ર છે, કે જેમાં પરમાત્મપદની સ્થાપના છે. ત્યાંથી નીચે ઊતરતાં છ ચક્રમાનું છઠ્ઠું ચક્ર કે જેને “આજ્ઞાચક્ર' કહેવામાં આવે છે. તેનું સ્થાન બે નેણ વચ્ચે રહેલ ભૃકુટિ છે તે ગુરુનું સ્થાન છે, અને ગુરુપદને સાધીએ તો જ તેમના દ્વારા પરમાત્મદેવનું મિલન થાય છે. એટલે સુખાસને બેસીને ચિત્તને સ્થિર કરીને, ચક્ષુ બંધ કરીને તે ભૂકુટિ સ્થાનમાં ઈચ્છા અને વિચારને સ્થગિત કરી દઈને ત્યાં શું બંધ આંખે દેખાય છે તે દષ્ટા બની જોયા કરવું, ધ્યાન કરવું, તે અનેક પ્રકારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org