________________
સ્વરૂપ મંત્ર
૧૨૯
લીલો કહ્યો છે. જે શુદ્ધિકરણ સૂચવે છે અને એ જ પ્રમાણે ધ્યાનમાં પણ કાળા રંગ બાદ જાંબલી, નીલો, લીલો રંગ દેખાય છે. તેથી આગળ સાધનામાં વિકાસની ઉપલી ભૂમિકામાં કર્મમલને ભસ્મીભૂત કરવાના સામર્થ્યરૂપ જે તેજ પ્રગટ થયું છે એના સંકેત રૂપે આચાર્યનો રંગ પીળો બતાડયો છે, જે પ્રમાણે ધ્યાનમાં પણ બને છે. એ જ પીળો રંગ પછી લાલચોળ રક્ત વર્ણ થઈ અંતે શ્વેત રંગમાં પરિણમે છે.
કોલસો પણ પહેલાં કાળો હોય છે જેને અગ્નિથી સળગાવતાં એમાં પ્રથમ લીલી પીળી ઝાંય ઊઠે છે, અંતે શ્વેત રાખ બને છે.
તેવી જ રીતે ગાઢ તિમિરમાંથી પ્હો ફાટે છે, જે ઉષા ટાણે રક્ત, પિત્ત રંગ ધારણ કરે છે અને પૂર્ણ સૂર્યોદય થયા બાદ શ્વેતવર્ણી પ્રકાશરૂપે પરિણમે છે.
અનેક મંત્રો અનેક ભિન્ન ભિન્ન પ્રકારના હોય છે. જેવી જેની વાંછના, એ મંત્રોના બે મુખ્ય ભેદ છે. કેટલાંક ક્રૂર મંત્રના આરાદ્ય દેવ છે. જે અધિષ્ઠાયક દેવ કહેવાય છે. તે પણ ક્રૂર હોય છે જ્યારે સૌમ્યમંત્રના અધિષ્ઠાતા દેવ સૌમ્ય હોય છે. ક્રૂર મંત્રની સાથે દાન કે તપનો કોઈ સંબંધ હોતો નથી. જ્યારે સૌમ્યમંત્રના જાપ સાથે જો દાન અને તપ ભળે છે તો તે મંત્રને બળ મળે છે, જેથી તે શીઘ્ર ફળે છે અને ફળ પણ શ્રેષ્ઠ હોય છે.
નમસ્કાર મહામંત્ર એ સૌમ્ય પ્રકારનો મંત્ર છે, જેનો જાપ શીઘ્ર અને શ્રેષ્ઠ ફળ પ્રાપ્તિ અંગે દાન અને તપ સહિત કરવા યોગ્ય છે, કારણ કે બીજા મંત્રોના અષ્ઠિાયક દેવોની અવસ્થા તપ, ત્યાગ અને દાન સ્વરૂપ નથી હોતી, જ્યારે પંચ પરમેષ્ઠિના પાંચ પદો સ્વયં તપ, ત્યાગ, દાનાદિ અનેક ગુણોની પરાકાષ્ઠારૂપ છે. માટે જ આનાથી ચઢિયાતો મહાન મંત્ર કયો હોઈ શકે?
વળી અન્ય મંત્રોની આરાધનામાં ધ્યેય, ધ્યાન, ધ્યાતા ત્રણે ભિન્ન હોય છે. અને કદી અભેદ થતાં નથી. કારણ કે ધ્યાન કરનાર ધ્યાતાની જે દશા હોય છે, તે જ રહે છે, અને એના માર્ગ દ્વારા પ્રાપ્ત થયેલ વાંછિત પદાર્થ કાયમ રહેતો નથી, તેને યાચકપણું પણ ટળતું નથી. એટલું જ નહિ પણ આપનાર અધિષ્ઠાયક દેવ દેવીની અવસ્થા સ્થિતિ પણ સાદિ સાન્ત હોય છે.
જ્યારે પંચ પરમેષ્ટિ મંત્રના પદો અવિનાશી છે અને ધ્યાતાને અવિનાશી બનાવી ધ્યાનથી પર કરી અભેદ થાય છે. સાધનાકાળે ત્રણે ભિન્ન હોવા છતાં સાધ્ય પ્રાપ્તિ થયે ત્રણે અભેદ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org