________________
૧૩૪
ત્રૈકાલિક આત્મવિજ્ઞાન
ને તપએ ચાર સ્વરૂપ ગુણ છે. એ ચાર જીવના શુદ્ધ સ્વરૂપ ગુણ છે તે અંશ રૂપે અથવા લક્ષણચિહ્નરૂપે જીવમાત્રમાં શ્રદ્ધા (વિશ્વાસ), બુદ્ધિ (જ્ઞાન), શ્રમ (વર્તન) અને તલપ (ઇચ્છાતપ) રૂપે અસ્તિત્વ ધરાવે છે. પર ક્યારે ય સ્વ થાય નહિ. સ્વ જ પૂર્ણરૂપે પ્રગટ થાય.
સત્તામાં રહેલ આ શ્રદ્ધા બુદ્ધિ, શ્રમ (વર્તન) અને ઇચ્છા ને સુધારવાના છે, અસદ્ થયેલ છે. વિનાશી (સાદિ સાન્ત) બનેલ છે. તેને સદ્ અવિનાશી બનાવવાના છે. સદ્ ઇચ્છા રાખી સદ્ગુદ્ધિ વાપરી સર્તન આચરી સત્ એવા અવિનાશી પરમાત્મામાં શ્રદ્ધા-વિશ્વાસ રાખી તેમના આદર, બહુમાન, સન્માન, વંદન, પૂજન કરવા સહ સ્વયં પરમાત્મા બનવાનું છે અને આત્માના ચાર શુદ્ધ સ્વરૂપ ગુણ દર્શન (કેવલદર્શન), જ્ઞાન (કેવલજ્ઞાન), ચારિત્ર (યથાખ્યાત ચારિત્ર સહજાનંદ સ્વરૂપ) તપ (પૂર્ણકામ) છે, તેનું પ્રાગટય અશુદ્ધિ કર્મપડળ હઠાવીને કરવાનું છે. તે માટે શ્રદ્ધા-બુદ્ધિ શ્રમ અને ઇચ્છાને પરમાત્મતત્ત્વ સાથે જોડવાના છે અને મોક્ષ લક્ષ્ય સમ્યગ્ બનાવવાના છે. ત્યારબાદ દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર એ પંચ આચાર-પંચાચારનું પાલન કરવાનું છે. માટે જ પંચપરમેષ્ઠિ નમસ્કાર મહામંત્રના જાપ કરવાના છે અને સિદ્ધચક્ર મંત્રની નવપદજીની આરાધના કરવાની છે.
નવપદજીની ઓળી જે ચૈત્ર સુદી સાતમથી ચૈત્ર સુધી પૂનમ અને આસો સુદી સાતમથી આસો સુદી પૂનમ દરમ્યાન વર્ષમાં બે વાર આવે છે, ત્યારે આયંબિલનો તપ કરવા સહ વિશિષ્ટ રીતે એકેક પદની એકેક દિવસ આરાધના કરવા દ્વારા નવપદજીની આરાધના થાય છે. આ આરાધના પર્વને શાશ્વતી ઓળી શાશ્વતી અઠ્ઠાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે.
એ નવેપદની આરાધના પૂજન દરમિયાન નીચે મુજબની ભાવના લાવી
શકાય...
અરિહત એવા સૌએ અરિહંત બનવા માટે અરિહંત ભગવંતો કે જેઓએ પોતાના અત્યંત વિશુદ્ધ એવા સાકાર પરમાત્મ તત્ત્વનું પ્રાગટીકરણ કર્યું છે, અને વર્તમાને ર્તીથકર સ્વરૂપે વિહરમાન છે, તે સર્વ અરિહંત ભગવંતો તથા પૂર્વે થયેલા અને હવે થનાર સર્વ અરિહંત ભગવંતોના દર્શન, વંદન, નમન, પૂજન, સન્માન, સત્કાર, બહુમાન આ સિદ્ધચક્ર યંત્ર દ્વારા કરવાના છે, તેના ફળ સ્વરૂપ અરિહંતપણાનો નાશ અને અરિહંતપદની પ્રાપ્તિને હું ઇચ્છું છું. મને તે પ્રાપ્ત થાઓ ! પ્રાપ્ત થાઓ !
ૐ ણમો અરિહંતાણું ||
અસિદ્ધ એવો હું સિદ્ધ બનવા માટે અનંત સિદ્ધ ભગવંતો કે જેઓ પોતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org