________________
૧૩ર.
શૈકાલિક આત્મવિજ્ઞાન આ પંક્તિનું પરમ રહસ્ય શું છે ? મનુષ્ય યોનિમાં જન્મેલો જીવ ચાહે તે જાતિ, જ્ઞાતિ કે ક્ષેત્રનો હોય પરંતુ તે વિશ્વના કોઈપણ પદાર્થ, અર્થ કે ભાવને જન્મતાની સાથે જાણતો કે સમજતો નથી, પરંતુ બીજાના શબ્દોચ્ચાર વડે સાંભળીને પહેલાં તો તે ઉચ્ચારાયેલ શબ્દને જ પકડે છે. ગ્રહણ કરે છે. ત્યારબાદ અવસ્થાની પરિપકવતાએ ધારણામાં રાખેલ તે શબ્દના અર્થ અને ભાવને પામે છે. તે પ્રમાણે આપણે પણ આપણા સ્વરૂપમંત્ર આ પાંચ પદોનાં નામોની ખૂબ રટણપૂર્વક જપ ક્રિયા કરવી જોઈએ જેથી આપણે તેના અર્થ અને ભાવને પામી શકીએ.
આમ પંચપરમેષ્ઠિના શબ્દોચ્ચાર રૂપ નામ સ્વરૂપ અને તેના જપનું કેટલું મહત્ત્વ છે, તે જીવનના અનુભવથી સહુ કોઈ સહજ સમજી શકે છે. આથી જ ચાર નિપામાં નામ નિપાને પ્રથમ ક્રમાંક સ્થાન આપ્યું છે.
વિશ્વમાં ગમે તે ધર્મમાં ગમે તે ભાષામાં ગમે તેટલા મંત્રો હોય પરંતુ બધાંય મંત્રોનું મૂળ આ પાંચ શબ્દો હોવાથી આ પાંચ પદોનું સ્મરણ કરીને જો બીજા મંત્રોની સાધના કરે તો જ તે મંત્રોને બળ મળે અને તેનું ફળ મળે. કારણ કે તેના પંચપરમોષ્ટિ શબ્દ રૂપમંત્ર સ્વરૂપ છે, જ્યારે બીજા બધાં મંત્રો તેના અંશરૂપ-દેશરૂપ છે. જેમ જ્ઞાન સ્વરૂપ કહેવાય અને ક્રિયા દેશરૂપ કહેવાય એવું આ મંત્રનું છે. જ્ઞાન પરમાર્થથી અવિનાશી છે, જ્યારે ક્રિયા વિનાશી છે. અવિનાશી સ્વયંભૂ હોય જ્યારે વિનાશી એ અવિનાશીનો આધાર લઈને જ ઉત્પન્ન થાય અને વ્યય થાય ત્યારે તેમાં જ લય પામે. પંચપરમેષ્ઠિ મંત્રની સ્તુતિ નીચેના શ્લોકથી કરવામાં આવે છે. અહિંન્તો ભગવન ઈન્દ્ર મહિતાઃ
સિધ્ધાશ્ચ સિદ્ધિ સ્થિતા; આચાર્યા જિનશાસનોન્નતિ કરાઃ
પૂજયા ઉપાધ્યાયકાઃ શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવરાઃ
રત્નત્રયારાધકાઃ પંચતે પરમેષ્ઠિનઃ પ્રતિદિન
પૂર્વન્ત વો મંગલમ્ આ શ્લોકમાં અરિહંત ભગવંતો ઇન્દ્રોને પૂજ્ય છે, એમ ઈન્દ્ર મહિતા શબ્દોથી કહેવાયું છે. તો પછી પ્રશ્ન થાય કે નરેન્દ્ર-નરદેવ એવાં ચક્રવર્તી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org